Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વીજબોર્ડે વીજ કર્મચારીઓની હડતાલને ગેરકાયદેસર ગણાવીઃ સંકલન સમીતીએ અનેક કારણો આપી હડતાલ યથાર્થ હોવાનું કહયું

કાલે મહત્વની મંત્રણાઃ જો હકારાત્મક વલણ અપનાવાશે તો આંદોલન સમાપ્તઃ નહી તો ચાલુ રહેશેઃ ચેતવણી

રાજકોટ, તા., ૮: ગુજરાત ઉર્જા સંકલન સમીતીના બી.એમ.શાહ અને બળદેવભાઇ પટેલે વીજબોર્ડના જનરલ મેનેજરને પત્ર પાઠવી ઉમેર્યુ છે કે આપે ગુજરાત રાજય ગાંધીનગર નાયબ શ્રમ આયુકત તથા સમાધાન અધિકારી સમક્ષ આઇડીસી કન્સીલેશન નં. ૦૮/૧૬, ૦૩/૧૭, ૦૯/૧૬, ૦૪/૧૭ થી પડતર છે માટે જયારે વિવાદ પેન્ડીંગ હોય ત્યારે ઔદ્યોગીક વિવાદ ધારાની કલમ રર હેઠળ સમાધાન પ્રક્રિયા પડતર હોઇ કોઇ પણ પ્રકારની હડતાલ એ ગેરકાયદેસર હડતાલમાં પરીણમે છે. તો આ બાબતે જાણવાનું કે ર૦૧૬ થી કામદાર કર્મચારીઓ તથા અધિકારીઓના સાતમાં પગાર સુધારણા બાબતે ચાર્ટર્ડ ઓફ ડીમાંડ પેન્ડીંગ છે અને આજ દિન સુધી સંસ્થાએ કોઇ હકારાત્મક વલણ અપનાવી કર્મચારીઓ/અધિકારીઓના હિતમાં કોઇ પણ નિર્ણય લીધેલ નથી અને જે તે કર્મચારી/અધિકારીઓના પગારમાં ફકત ર.પ૭ ટકા આંશિક વધારો કરેલ છે અને આ સિવાય કોઇ પણ ભથ્થાઓ જેવા કે ફિલ્ડ એલાઉન્સ, એચ.આર.એ. સીએલ એ વિગેરે જે ચાર્ટર્ડ ઓફ ડીમાન્ડમાં દર્શાવેલ છે. તેમાંથી એક પણ માંગણી સંસ્થા દ્વારા મંજુર કરવામાં આવેલ નથી અને સમાધાન અધિકારી ગાંધીનગર સમક્ષ જીયુવીએનએલના એચ.આર.વિભાગના  અધિકારીઓ, કર્મચારીઓને આંશિક પગાર વધારા અન્વયે જે સમાધાન ૧૧-૮-ર૦૧૭ના રોજ કરવામાં આવેલ છે. ત્યાર બાદ પગાર સુધારણાની આનુસંગીક ભથ્થાઓને લગતી માંગણીઓમાં જીયુવીએનએલના એચ.આર.વિભાગના સતાશી-સતાધીશોની હાજરી સમાધાન અધિકારી ગાંધીનગર સમક્ષ ઘણી જ અછી છે એટલે કે નહીવત છે તે માટે જ સમાધાનની કાર્યવાહી આગળ વધતી નથી. જેથી કર્મચારીઓ અને અધિકારીઓના મુળભુત હક્કોના રક્ષણ માટે સંયુકત સંકલન સમીતી દ્વારા આંદોલનાત્મક નોટીસ આપવાની ફરજ પડેલ છે.

તો ઉપરોકત બાબતે જણાવવાનું કે સંસ્થા દ્વારા અમોને ઔદ્યોગીક શાંતિ જળવાઇ રહે તે માટે તા. ૯-૧૧-ર૦૧૯ના રોજ મીટીંગ રાખેલ છે. તેમાં કર્મચારી અને અધિકારીઓની હિતમાં હ્રકકોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તો સંયુકત સંકલન સમીતી ઔદ્યોગીક શાંતિ જળવાઇ તથા પ્રજાને વીજ પુરવઠા બાબતે કોઇ મુશ્કેલી નહી પડે તેવી કાર્યવાહી કરવા વિચાર કરીશુ અન્યથા અમારા આગામી કાર્યક્રમ ચાલુ રહેશે જેની સત્વરે નોંધ લેશો.

(4:06 pm IST)
  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST