Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કાનો રાવલ મુસાફરને રીક્ષામાં બેસાડતો'તો અને શાહરૂખ તથા ઇમરાન લૂંટ ચલાવતા'તા

એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ ધર્મેશભાઇ અને કમલેશભાઇની બાતમીઃ શાહરુખ અને ઇમરાનની શોધ

રાજકોટ, તા., ૮: કાલાવડ રોડ પર હરીપર વાજડી ગામે આવેલી મોટેલ ધ વિલેજ હોટલમાં નોકરી કરતા યુવાનને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડી ટાગોર રોડ પર લઇ જઇ માર મારી ધમકાવી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવનાર એક શખ્સને એ ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ હરીપર વાજડી ગામ પાસે મોટેલ ધ વિલેજ હોટલમાં નોકરી કરતા મનોજભાઇ અનિરૂધ્ધભાઇ સુખદેવ (ઉે.વ.૪૩) ગત તા. ૬-૧૦ના રોજ હોટલેથી ખરીદી માટે ધર્મેન્દ્ર રોડ પર આવ્યા હતા. ખરીદી કર્યા બાદ પરત જવા માટે ત્રિકોણબાગે પહોંચ્યા ત્યારે એક રીક્ષા આવી હતી અને ચાલકે તેની પાસે રીક્ષા ઉભી રાખી કઇ બાજુ જવુ છે તેમ કહેતા તેણે કાલાવડ રોડ રાણીટાવર પાસે જવુ છે તેમ કહયું હતું. ચાલકે તે તરફ જવાનું કહી મનોજભાઇને રીક્ષામાં બેસાડી દીધા હતા. રીક્ષામાં અગાઉથી અન્ય બે શખ્સો બેઠા હતા. રીક્ષા ચાલકે એસ્ટ્રોન ચોકથી આગળ જનકલ્યાણ સોસાયટીમાં લઇ ગયો હતો અને ત્યાં રીક્ષા ઉભી રાખી ચાલક સહીત ત્રણેય શખ્સોએ મનોજભાઇને 'તારા ખીસ્સામાં જે કાંઇ હોય તે આપી દે' તેમ કહી માર મારી ધમકાવી રૂ.પ૦૦ની રોકડ ભરેલું પાકીટ અને મોબાઇલ લુંટી ભાગી ગયા હતા. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં મનોજભાઇએ ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. સાખરા, એએસઆઇ ભરતસિંહ, ધર્મેશભાઇ, હારૂનભાઇ, ઇન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, નરેશભાઇ, જગદીશભાઇ વાંક, મેરૂભા ઝાલા, મૈલીકભાઇ તથા કમલેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ ધર્મેશભાઇ ખેર તથા કમલેશભાઇને મળેલી બાતમીના આધારે કાનો રાજુભાઇ રાવલ (ઉ.વ.ર૪) (રહે. ભગવતીપરા શેરી નં. ર૦)ને પકડી લઇ રૂ. પ૦૦ રોકડા, મોબાઇલ અને જીજે ૩ બીયુ ૮૩૭૯ નંબરની રીક્ષા કબ્જે લઇ પુછપરછ કરતા તેની સાથે  ભીસ્તીવાડનો શાહરૂખ અને રૂખડીયા પરાનો ઇમરાન સામેલ હોવાની કબુલાત આપતા બંન્નેની શોધખોળ હાથ ધરી છે.

(4:03 pm IST)
  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST