Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

દેશી-વિદેશી દારૂના ગુનામાં સામેલ જીતેન્દ્રસિંહ ઉર્ફે બંટી પાસામાં ધકેલાયો

રાજકોટ તા. ૮ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂના અનેક ગુન્હામાં સામેલ બુટલેગરને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરમાં દેશી અને વિદેશી દારૂના અનેક ગુન્હામાં પકડાયેલા જીતેન્દ્રસિંહ ઉર્ફે બંટી દિલીપસિંહ સોઢા રહે. રતનપર ગામ સદ્દગુરૂ સોસાયટી મોરબી રોડ)ને પાસામાં ધકેલવા માટે શહેર પોલીસ કમિશન મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી, એએસઆઇ દિલીપભાઇ રત્નું, બલભદ્રસિંહ જાડેજા હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતે બુટગેલર જીતેન્દ્રસિંહ ઉર્ફે બંટી સોઢાને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

(4:01 pm IST)