Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટમાં બનશે યુનાઈટેડ નેશન્સઃ છાત્રો બનશે રાજનેતાઓ

લોકસભા બનાવી સાંસદો ખરડાઓ પસાર કરશેઃ તા.૩૦ અને ૧લી ડિસેમ્બરના ઈવેન્ટ

રાજકોટઃ મોડેલ યુનાઈટેડ નેશન નાનુ (મોડેલ)  સ્વરૂપ છે. જે બાળકો ધો.૭ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ (યુ.એન.)ની ગતીવિધીઓથી વાકેફ કરવાનું એક પ્લેટફોર્મ  પુરૂ પાડે છે. તેમા જુદી જુદી કમિટીની ખરેખર યુનાઈટેડ નેશન્સમાં લેવામાં આવતા નિર્ણયોની પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ તેમજ  યુવાઓને અવગત કરાવાય છે.

આ ઈવેન્ટ રાજકોટમાં તા.૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરના બે દિવસ માટે યોજાયેલ છે. જેમા અલગ- અલગ કમિટિ જેમ કે યુનાઈટેડ નેશન્સ સિકયુરીટી કાઉન્સીલ (યુએનએસસી), યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ), હિસ્ટોરીક કાઈસીસ કમિટી હશે. તેમજ આ ઈવેન્ટમાં એક ભારતની લોકસભાનું નાનું સ્વરૂપ પણ યોજાયેલુ છે. જેમાં વિદ્યાર્થીઓને અત્યારના રાજકારણીયોનો પાત્ર ભજવાનુ રહેશે અને હિન્દુ- મુસ્લિમ વાદનો અંત કરવાનો મુદો મુખ્ય રહેશે.  આ ઈવેન્ટ રાજકુમાર કોલેજ તેમજ એસ.એન.કેના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છુકોએ વેબસાઈટ www.driveman.co.in અથવા વિવેક ઉધરેજા મો.૯૨૬૫૭ ૫૦૦૨૦ અને આર્યન પારેખ મો.૯૮૪૦૩ ૮૫૭૭૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)