Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સદ્દગુરૂ સુપર મેગા નેત્ર યજ્ઞ

 સ્વ.ભગવાનજીભાઇ છગનલાલ વસાણી, હસ્તે તુષારભાઇ બી.વસાણી, રાજકોટ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટનાં સયુંકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧લો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૧૫ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા,ચા-પાણી નાસ્તો,શુધ્ધ ઘીનો શિરો,દવા ટીંપા,ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા. ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:33 pm IST)
  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST