Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વાટલિયા પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતીમાં સંપન્ન

રાજકોટ તા.૮: શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ આયોજિત વાટલીયા પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન તારીખ ૨૮નેસોમવાર નૂતન વર્ષે સાંજે ૫ થી ૭ સમાજની વાડી, ભકત ગોરા કુંભાર ચોકમાં આયોજન થયું હતું. જેમા, સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓ, યુવાનો અને જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્નેહ મિલનનો સુભારંભ ભકત ગોરાકુંભારના પૂજન અર્ચનથી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નરશીભાઇ ધંધુકિયા તેમજ દિલસુખભાઇ ગોંડલિયાએ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું હતું. મંત્રી રમેશભાઇ ગોંડલિયાએ વર્ષ ૨૦૧૯ ના ઓડિટ હિસાબોની માહિતી સમાજને આપીને શુભેચ્છાઓ પાઠવી હતી મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાએ વડીલોના આશીર્વાદ મેળવીને જ્ઞાતિજનોને નૂતન વર્ષનાં અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે સમાજના સંપૂર્ણ યોગદાન બદલ આભાર માન્યો હતો તેમજ તેમણે જણાવ્યુ હતુ કે, નજીકના ભવિષ્યમાં સમાજના ઉચ્ચ શિક્ષણમાટે શેક્ષણિકભવન બંગાવી ઉચ્ચ નોકરીઓ માટે શૈક્ષણિક વર્ગો ચાલુ કરવા જણાવ્યું હતું. સમાજ અગ્રણી કે. ડી. ગોંડલિયાએ જ્ઞાતીજનોને શુભકામનાઓ પાઠવીને જ્ઞાતીના વિકાસ માટે પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાનો આભાર માન્યો હતો. જાબાલભાઇ કટકિયાએ શૈક્ષણિક માંર્ગદર્શન આપીને 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતઁ તેમજ ઁસિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જ્ઞાતીજનોને સંકલ્પ કરાવ્યો હતો. આ પ્રસંગે ધોરણ ૧૦ અને ૧૨ ની શૈક્ષણિક વગો અંગે મોહિત વોરાએ માર્ગદર્શન આપ્યું હતુ. વાટલીયા પ્રજા પતિ મહિલા મંડળના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સમિતિના હોદેદારો પ્રમુખ મનસુખભાઇ એસ. ધંધુકિયા -૯૮૨૪૨ ૧૨૦૦૫, ઉપપ્રમુખ વલ્લભભાઇ સી. ગોંડલિયા -૯૮૨૪૪ પ૯૦૩૧,મંત્રી રમેશભાઇ એ. ગોંડલિયા -૯૭૨૫૫ ૩૪૭૬૦,ખજાનચી દિલસુખભાઇ પી. ગોંડલિયા ,સંગઠનમંત્રી ધીરૂભાઇ એચ. અમેથિયા , સંગઠનમંત્રી કિર્તીભાઇ એમ. ઉનાગર,સહમંત્રી હસમુખભાઇ વી.ધંધુકિયા , ઓડીટર નરસીભાઇ એસ. ધંધુકિયા ,ઓડીટર હરીશભાઇ બી. ગોંડલિયા, અજયભાઇ પોપટભાઇ ગોંડલિયા, અમૃતલાલ હંસરાજભાઇ ઉનાગર, ભરતભાઇ નાનજીભાઇ ધંધુકિયા, દેવશીભાઇ ભુરાભાઇ વોરા, ધીરૂભાઇ આણંદભાઇ રૂડકિયા, ગાંડુભાઇ વાલજીભાઇ ધોળકિયા,હેમંતભાઇ ભોવાનભાઇ ધંધુકિયા, હિતેશભાઇ નાથાભાઇ ધોળકિયા, જાબાલભાઇ મગનભાઇ કટકિયા,  જયંતિભાઇ વાલજીભાઇ ગોંડલિયા, લક્ષ્મણભાઇ ઠાકરશીભાઇ આંબલિયા, લિલાધરભાઇ રવજીભાઇ ધંધુકિયા, મીતેશભાઇ રમેશભાઇ ગોંડલિયા, નિતીનભાઇ કાબાભાઇ ગોંડલિયા, પરશોતમભાઇ રવજીભાઇ ધંધુકિયા, પરશોત્તમભાઇ રાજાભાઇ ધોળકિયા, પ્રવીણભાઇ ગોવિંદભાઇ ગોંડલિયા, રાજુભાઇ પ્રેમજીભાઇ સરતાનપરા, રમેશભાઇ લક્ષ્મણભાઇ સરવૈયા, રમેશભાઇ શામજીભાઇ રૂડકિયા, શૈલેષભાઇ નરશીભાઇ ગોંડલિયા, સંજયભાઇ મનસુખભાઇ રાવલ, શૈલેષભાઇ ચકુભાઇ ધંધુકિયા, શૈલેષભાઇ મોહનભાઇ પૂંભડિયા, સુરેશભાઇ ભૂરાભાઇ ગોંડલિયા, વાલજીભાઇ કાનજીભાઇ ધંધુકિયાએ  જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધી બાદ સમૂહ જ્ઞાતીભોજનનું આયોજન કરાયું હતું.

(3:32 pm IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST