Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પુનાની પ્રખ્યાત સોલાર સીસ્ટમ દ્વારા આપવામાં આવેલ ૨૬ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૮: પુનાની પ્રખ્યાત સન કોન્સેપ્ટ સોલાર સીસ્ટમે રાજકોટની જય ખોડીયાર મેન્યુફેકચર્સ પેઢી પાસેથી ખરીદ કરેલ માલની કાયદેસરની રકમ ચુકવણી પેટે આપેલ રૂ.૨૬,૦૭,૦૬૬ (અંકે રૂપિયા છવ્વીસ લાખ સાત હજાર છાસઠ પુરા)નો ચેક રીર્ટન થતા સન કોન્સેપ્ટ સોલાર સીસ્ટમના પ્રોપરાઇટર હેમંત સી.ભોયરની સામે રાજકોટની એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદીએ તેની ફરીયાદ તેના એડવોકેટ સ્તવન મહેતા મારફત દાખલ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટની પ્રખ્યાત જય ખોડીયાર મેન્યુફેકચર્સએ વર્ષોથી સોલાર વોટર હીટીંગ સીસ્ટમ તથા તેને આનુષાંગીક પ્રોડકટશનું ઉત્પાદન તથા વેચાણ કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારી એવી નામના અને પ્રતીષ્ઠા ધરાવે છે. આ કામના આરોપી હેમંત સી.ભોયર પણ ચીંચવાડ, મહારાષ્ટ્ર ખાતે સોલાર સીસ્ટમ તથા તેને આનુષાંગીક વસ્તુઓનુ વેચાણ કરે છે. આરોપીએ ફરીયાદી રોહીતભાઇ ચકુભાઇ ગાજીપરા પાસેથી વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન સોલાર વોટર હીટીંગ સીસ્મટ તથા તેને આનુષાંગીક વસ્તુઓની અવાર-નવાર ખરીદી કરેલ જે માલ આરોપીને ટ્રાન્સપોર્ટ મારફત મોકલાવવામાં આવતો. આરોપીએ ફરીયાદી પાસેથી કુલ રકમ રૂ.૭૬,૪૭,૦૬૬ (અંકે રૂપીયા છોતેર લાખ સુડતાલીસ હજાર છાસઠ પુરા)ના માલની ખરીદી કરેલ હતી.

ફરીયાદીને આરોપીને કટકે-કટકે કુલ રૂ.૫૦,૪૦,૦૦૦ (અંકે રૂપીયા પચાસ લાખ ચાલીસ હજાર પુરા) ચુકવેલા જે પાર્ટ પેમેન્ટ સન કોન્સેપ્ટ સોલાર સીસ્ટમના ખાતામાં જમા કર્યા બાદ આરોપીએ ફરીયાદીને કુલ રૂ.૨૬,૦૭,૦૬૬ (અંકે રૂપીયા છવ્વીસ લાખ સાત હજાર છાસઠ પુરા) ચુકવવાના  થતા હતા. આરોપી પાસે ફરીયાદીએ પોતાની કાયદેસરની લેણી નીકળતી બાકી રકમની માંગણી કરતા આરોપીએ ફરીયાદીને રૂ.૨૬,૦૭,૦૬૬ (અંકે રૂપીયા છવ્વીસ લાખ સાત હજાર છાસઠ પુરા)નો ચેક આપેલ હતો અને ફરીયાદીને એવુ વચન તથા વીશ્વાસ આપેલ કે ચેક બેંકમા વટાવવા નાખતા ચોકકસ પણે વટાવાય જશે અને ફરીયાદીને તેવી કાયદેસરની લેણી રકમ મળી જશે.

આરોપીએ આપેલ ચેક ફરીયાદીએ તેના બેંક ખાતામા વટાવવા માટે રજુ કરતા આરોપીએ આપેલ ચેક ''ફંડ ઇન્સ્ફીસ્યન્ટ''ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત આરોપીને નોટીસ પાઠવી ચેક મુજબની કાયદેસરની લેણી નીકળતી રકમ રૂ.૨૬,૦૭,૦૬૬ (અંકે રૂપીયા છવ્વીસ લાખ સાત હજાર છાસઠ પુરા) ચુકવી આપવા જણાવેલ હતું પરંતુ નોટીસની સ્ટેચ્યુચરી સમયમર્યાદા પુર્ણ થયા બાદ પણ આરોપીએ ફરીયાદીને તેની કાયેદસરની લેણી નીકળતી રકમ ન ચુકવતા આરોપી હેમંત ભોયરની સામે રાજકોટની એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્યવે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદી 'જય ખોડીયાર મેન્યુફેકચર્સ, વતી એડવોકેટ તુષાર ગોકાણી,રીવન ગોકાણી, સ્તવન મહેતા,કેવલ પટેલ,કૃષ્ણ પટેલ તથા બ્રિજેશ ચૌહાણ રોકાયેલ છે. 

(3:30 pm IST)
  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST