Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટના સર્વે નં.૧૯૧ પૈકીની જમીન અંગે થયેલ કરાર પાલનનો દાવો નામંજુર

રાજકોટ તા.૮: રાજકોટનાં રહીશ પ્રવિણચંદ્ર વીરચંદ કારીયાએ મેસર્સ હરેશકુમાર નંદલાલ એન્ડ એસોસીએટસનાં નામથી ચાલતી ભાગીદારી પેઢીનાં નામથી ગુ.રામજીભાઇ શીવજીભાઇ બોર ખેતરીયા વિગેરે પ સામે રાજકોટની સીવીલ જજની કોર્ટમાં કરાર પાલનનો દાવો કરેલ જે દાવો ચાલી જતા રાજકોટનાં સીવીલ જજ શ્રી એચ.એસ.દવે દાવો રદ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટનાં રહીશ વાદી પ્રવિણચંદ્ર વીરચંદ કારીયાએ મેસર્સ હરેશકુમાર નંદલાલ એન્ડ એસોસીએટસનાં નામથી ચાલતી ભાગીદારી પેઢીનાં નામથી પ્રતિવાદીઓ ગુ.રામજીભાઇ શીવજીભાઇ બોર ખેતરીયા વિગેરેની માલીકીની રાજકોટનાં સર્વે નં.૧૯૧ની ખેડવાણ જમીન એકર ૧૫-૩૦ ગુંઠા માહેથી ખેડવાણ જમીન એકર ૪ અને ૧૫ ગુઠા ખરીદ કરવાનો તા.૧૩-૧૦-૧૯૮૧ નાં રોજ રજી.સાટાખત/કરાર કરેલ ત્યારબાદ વાદી પેઢી સમય મર્યાદામાં અવેજની રકમ નહી ચુકવતા અને કરારનુ પાલન નહી કરતાં પ્રતિવાદીઓએ તેમનાં એડવોકેટ મારફત નોટીસ આપેલ અને કરારમાં જણાવેલ બાકીની રકમ ચુકવી આપવા તાકીદ કરેલ ત્યારબાદ પ્રતિવાદીઓ પૈકી એક પક્ષકાર માણેકચંદ શીવજી બોરખેતરીયા અને વાદી વચ્ચે વિશેષ કરાર કરવામાં આવેલ અને તેમાં બાકીનાં અવેજ ચુકવવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ.

ત્યારબાદ પણ વાદી પેઢીએ સદરહુ કરાર મુજબનુ પાલન નહી કરતાં પ્રતિવાદીઓએ સદરહુ જમીન સને પ્રતિવાદી નં.૬ સવજી શામજી ભંડેરીને વેંચાણ આપવાનુ નક્કી કરતા આ કામનાં વાદીએ વાદી પેઢીના નામથી રાજકોટની અદાલતમાં કરારનાં વિશિષ્ઠ પાલનનો દાવો કરેલ જે દાવો ચાલી જતાં કોર્ટે વાદીએ જમીનનાં વેચાણ કિંમતનાં અવેજની રકમ પ્રતિવાદીઓને સમય મર્યાદામાં ચુકવવામાં કસુર કરેલ છે અને કરારનુ પાલન કરવામાં કસુર કરેલ છે તેમજ, સાટાખતમાં નક્કી થયેલ શરતો મુજબ બાકીનાં અવેજની રકમ વાદીએ પ્રતિવાદીઓને ચુકવેલ નથી અને વાદી કરારનુ પાલન કરવામાં તૈયાર અને ખુશી ન હતા તેવુ માની તેમજ વાદીએ કરેલ દાવાને સમય મર્યાદાનો બાદ નડે છે તેવુ માની તેમજ, પ્રતિવાદીઓનાં વકીલશ્રીની રજુઆત તથા દલીલો ધ્યાને લઇ રાજકોટનાં સીનીયર સીવીલ જજ શ્રી એચ.એસ.દવેએ રદ કરેલ છે.

આ કેઇસમાં પ્રતિવાદીઓ ગુ.રામજીભાઇ શીવજીભાઇ બોર ખેતરીયા વિગેરે વતી રાજકોટનાં એડવોકેટ અરવિંદભાઇ રામાવત, રાજુભાઇ દુધરેજીયા તથા અશ્વિનભાઇ રામાવત રોકાયેલ હતા.

(3:30 pm IST)