Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

દોશી હોસ્પિટલ પાસે વેપારી તારેશભાઇ દક્ષિણીને છરીના ઘા ઝીંકી પતાવી દેવાનો કપિલનો પ્રયાસ

તારેશભાઇ ઘર સાથે જ કટલેરીની દૂકાન ચલાવે છેઃ બે મહિના પહેલા તેમના પત્નિ સાથે બિલ્ડર કપિલ વાજા ફોનમાં વાત કરતો હોઇ તારેશભાઇને ખબર પડી જતાં ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું: જુનો ખાર રાખી કપિલનો હુમલો

ઘટના સ્થળે લોહીના ડાઘા

રાજકોટ તા. ૮: માધવ પાર્કમાં રહેતાં અને ઘર સાથે જ કટલેરીની દૂકાનમાં બેસી વેપાર કરતાં લોહાણા આધેડ બાઇક લઇને એચ. જે. દોશી હોસ્પિટલ રોડ પર પસાર થઇ રહ્યા હતાં ત્યારે તેના જ પડોશમાં રહેતાં મિત્ર બિલ્ડર મોચી શખ્સે ૧૧૧૧ નંબરની ફોર્ચ્યુનર કારમાં આવી બાઇક આંતરી વેપારી પર છરીથી તૂટી પડી ચાર ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જુના મનદુઃખને લીધે આ હુમલો થયાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. માલવીયાનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. બે મહિના પહેલા વેપારીના પત્નિ સાથે હુમલાખોર ફોનમાં વાત કરતો હોઇ તે બાબતે થયેલુ મનદુઃખ કારણભુત હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર પુનિતનગર પાસે માધવ વાટીકામાં ઘનશ્યામ ડેરી પાસે સાઇકૃપા નામના મકાનમાં રહેતાં અને ઘર સાથે જ કટલેરીની દૂકાન ધરાવતાં તારેશભાઇ હિમતભાઇ દક્ષિણી (ઉ.૪૫) ઘરેથી બાઇક હંકારીને એચ. જે. દોશી હોસ્પિટલવાળા રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે પંચશીલ સોસાયટીના ખુણા પાસે પહોંત્યા ત્યારે ૧૧૧૧ નંબરની કાર ફોર્ચ્યુનર કારમાં આવેલા શખ્સે બાઇકને આંતર્યુ હતું અને છરીથી હુમલો કરી દીધો હતો.

તારેશભાઇ લોહીલુહાણ થઇ પડી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. દરમિયાન ચાની હોટેલવાળા ભાઇ તારેશભાઇને દોશી હોસ્પિટલમાં તાકીદે લઇ ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરિવારજનોને જાણ થતાં બધા ત્યાં પહોંચ્યા હતાં.

હુમલાની જાણ થતાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ ચંપાવત, જાવેદભાઇ રિઝવી, અરૂણભાઇ, મશરીભાઇ, ભાવેશભાઇ ગઢવી, દેવાભાઇ ધરજીયા, હરપાલસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત સારેશભાઇને ઓપરેશનમાં લઇ જવાયા હતાં. પોલીસે તેના પરિવારજનો પાસેથી માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો.  તારેશભાઇ પર તેના પડોશમાં અલય પાર્કમાં રહેતાં અને બાંધકામનો ધંધો ધરાવતાં કપિલ વાજા નામના મોચી શખ્સે હુમલો કર્યો હતો. આ બંને મિત્રો છે અને એક બીજાથી પરિચીત છે. ચારેક દિવસ પહેલા બંને વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી કપિલે હુમલો કર્યાનું કહેવાય છે. અગાઉ શું કારણે બોલાચાલી થઇ હતી? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હુમલા બાદ કપિલ ૧૧૧૧ નંબરની ફોર્ચ્યુનરમાં ભાગી ગયો હોઇ પી.આઇ. ચુડાસમાને આ અંગે માહિતી મળતાં તેણે કન્ટ્રોલ રૂમમાં જાણ કરી નાકાબંધી કરાવી હતી. જો કે આરોપી હાથમાં આવ્યો નહોતો.

દરમિયાન આ બનાવમાં પોલીસે તારેશભાઇના પુત્ર રાજ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી કપિલ કાનજીભાઇ વાજા સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજવબ હત્યાનો કોશિષ-ધમકીનો ગુનો નોંધ્યો છે. બે મહિના પહેલા ફરિયાદી રાજના માતુશ્રી સાથે આરોપી કપિલ ફોનમાં વાત કરતો હતો. તેની જાણ તેના પિતા તારેશભાઇને થઇ જતાં તેણે કપિલને વાત કરતાં કપિલે તે વખતે હવે પછી પોતે વાત નહિ કરે તેમ કહેતાં સમાધાન થયું હતું. એ પછી આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી આજે ફરિયાદીના પિતા તારેશભાઇને આંતરી છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(3:43 pm IST)
  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST