Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જામટાવર ચોકમાં નોનવેજ ખાવા ઉભેલા પ્રકાશ નેપાળીને માર પણ ખાવો પડ્યો!

સામુ જોઇ કતરાવાની નેપાળી યુવાને ના પાડતાં બે શખ્સ મકસુદ અને જાફરે ઘુસ્તાવ્યોઃ એક શખ્સ છરી લઇ પાછળ દોડ્યો ત્યાં જ પોલીસ આવી ગઇ

રાજકોટ તા. ૮: જામટાવર ચોકમાં નોનવેજની લારીએ નાસ્તો કરવા ગયેલા નેપાળી યુવાને પોતાની સામે જોઇ કાતર મારતાં  બે શખ્સોને સમજાવતાં બંનેએ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી ધક્કો દઇ પછાડી દેતાં અને એક શખ્સે છરી લઇ પાછળ દોટ મુકતાં દેકારો મચી ગયો હતો. તે વખતે જ પોલીસ આવી જતાં બંને શખ્સને પકડી લીધા હતાં.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે યાજ્ઞિક રોડ પર ઇમ્પિરીયલ હોટેલ સામે રહેતાં પ્રકાશ ધોંશબહાદુર સોડારી (નેપાળી) (ઉ.૨૨)ની ફરિયાદ પરથી હનુમાન મઢી ચોક પાસે રહેતાં મકસુદ રફિકભાઇ કાદરી  (ઉ.૨૪) અને જામનગર રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં જાફર ઇકબાલભાઇ કીડીયા (ઉ.૩૩) સામે ગુનો નોંધ્યો છે.

પ્રકાશના કહેવા મુજબ તે જ્યુબીલી ગાર્ડન પાસે કૈલાસ લોજમાં કામ કરે છે. તે રોજ રાતે સાડા બારેક વાગ્યે જામટાવર ચોકમાં નોનવેજ ખાવા જાય છે. ગત રાતે પણ લારીએ નોનવેજ ખાવા ઉભો હતો ત્યારે બે બીજા શખ્સો પણ આવ્યા હતાં. તેને પોતે ઓળખતો ન હોવા છતાં સામે જોઇ કાતર મારતાં હોઇ તેને આવુ કરવાની ના પાડતાં બંનેએ ગાળો ભાંડી હતી. એ પછી ઝપાઝપી કરી મારકુટક રી ધક્કો મારતા પોતે પડી ગયો હતો અને ડાબી આંખ ઉપર ઇજા થઇ હતી. ત્યાં એક શખ્સે છરી કાઢી હતી અને મારવા દોડ્યો હતો. ત્યાં પોલીસની ગાડી આવીજતાં ત્રણેયને છુટા પાડ્યા હતાં અને માથાકુટ કરનારા બંનેને પકડી લીધા હતાં.  પ્ર.નગરના એએસઆઇ એસ.આર. જોગરાણા અને બાબુલાલ ખરાડીએ ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા હતાં.

(1:03 pm IST)