Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

૧.ર૭ અબજના વિકાસકાર્યોને લીલીઝંડી

સ્ટેન્ડીંગ કમીટીમાં રપ કરોડના રસ્તાકામો સહિત : વરસાદમાં નુકશાન થયેલા રસ્તાઓના સમારકામ માટે સરકારની ગ્રાન્ટમાં નવા રોડ બનાવાશેઃ નાકરાવાડીનાં પડતર કચરાનાં પ્રોસેસીંગ પ્લાન્ટ માટે ૮.૯૬ કરોડ મંજુરઃ સ્વચ્છતા મિશનમાં ગંદા પાણીના શુધ્ધીકરણની સિધ્ધી ઉમેરવા સૈધ્ધાંતીક નિર્ણયઃ ત્રણ અરજન્ટ સહીત કુલ ૩૩ દરખાસ્તોને લીલીઝંડી આપતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ, તા., ૭: મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં રપ કરોડનાં રસ્તા કામો સહીત કુલ ૧.ર૭ અબજના વિકાસ કામો મંજુર થયા છે. સ્ટેન્ડીંગ કમીટીનાં એજન્ડામાં હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજનો ૮૪.૭૧ કરોડનાં કોન્ટ્રાકટને મંજુરી સહીત કુલ ૩૦ દરખાસ્તોનો નિર્ણય લેવાયેલ જયારે એજન્ડા બહારની ત્રણ અરજન્ટ દરખાસ્તોમાં રપ કરોડનાં રસ્તાકામો, નાકરાવાડીમાં પડતર કચરાનાં પ્રોસેસીંગ પ્લાન્ટ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ ગંદાપાણીનાં શુધ્ધીકરણની સિધ્ધી ઉમેરવા સહીતની દરખાસ્તોને મંજુર કરાવેલ.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે માહીતી આપતા જણાવેલ કે રાજય સરકારે વરસાદમાં તુટેલા રસ્તાના સમારકામ માટે આપેલી રપ કરોડની ગ્રાન્ટમાંથી રસ્તા બનાવવાનાં કામની દરખાસ્ત અરજન્ટ બીઝનેશથી મંજુર કરાયેલ. જયારે નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં ર૦૧૩ થી પડતર પડેલા કચરાનું સરકારની ગાઇડ લાઇન મુજબ પ્રોસેસીંગ કરવા માટેનો પ્લાન્ટ કોન્ટ્રાકટથી આપવાની દરખાસ્ત અરજન્ટ  મંજુર કરાયેલ.

જેનો કોન્ટ્રાકટ એબેલોનું અને જય વચ્છરાજ કંપનીને પ્રતિટન રર૪ લેખે આપવા મંજુર કરેલ છે. જેમાં પ્રથમ તબક્કે ૪ લાખ  ટન કચરાનાં પ્રોસેસીંગનો કુલ ૮.૯૬ કરોડનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત પણ અરજન્ટ મંજુર કરાયેલ. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ ર૦ર૦ના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટની ભુગર્ભ ગટરનું ગંદુ પાણી શુધ્ધ કરીને તેનો રી-યુસ કરવાની સીધ્ધીનો ઉમેરો કરવા માટે કેન્દ્ર સરકારમાં એપ્લાય થવા માટેનાં સૈધ્ધાંતીક નિર્ણયથી દરખાસ્ત પણ અરજન્ટ મંજુર કરાયેલ.

આ ઉપરાંત એજન્ડામાં રહેલી ૩૦ દરખાસ્તો પૈકી મહત્વની એવી હોસપીટલ ચોકમાં ૮૪.૭૧ કરોડનાં બ્રીજની દરખાત અંગે માહીતી આપતા જણાવેલ કે

આ કામનું એસ્ટીમેટ રૂ. પ૯,ર૩,૭૮,૭૦૦/- એજન્સીશ્રીના ૪૩.૦૦% વધુ ભાવ આવતા એકંદરે રૂ. ૮૪,૭૧,૦૧,પ૪૧/- થાય છે જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

આમ આજે હોસ્પિટલ ચોકનો કોન્ટ્રાકટ  સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂર થયો હતો.

આ ઉપરાંત  સ્ટેન્ડીંગ કમીટીમાં પ્રદ્યુમન પાર્ક ઝુ માટે રૂ. ૮.૩૪ લાખની ૧ એવી બે બેટકીકાર રૂ. ૧૬.૬૮ લાખનાં ખર્ચે ખરીદવા ત્થા ફાયરબ્રિગેડ વિભાગ માટે નવા ૪ નંગ ફાયર વોટર ટેન્કર પ્રતિનંગ રૂ. ર૮.ર૦ લાખ લેખે કુલ રૂ. ૧.૧ર કરોડમાં ખરીદવા ત્થા ભૂગર્ભ ગટરની સફાઇ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે એલર્ટ સીસ્ટમ, રીચાર્જેબલ લાઇટ હોક, લો-પ્રેસર સીસ્ટમ ફુલ માસ્ક સુટ, ઓકસીજન સેટ, ગેસ ડીટેકટ વગેરે સુરક્ષાનાં સાધનોની

ખરીદી માટે કુલ ર૭.૪૧ લાખ મંજુર કરવા અને રૈયાધારામાં ઢોર માટે ૩૪.૬૩ લાખના ખર્ચે શેડ બનાવાવનો કોન્ટ્રાકટ મંજુર કરવા તેમજ મ્યુ. કોર્પોરેશન સંચાલીત શાળાનાં ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રતિનંગ રૂ. ૩૧પ લેખે ૧૪૦૦ નંગ સ્કુલ બેગ ખરીદવા સહિતની દરખાસ્તોને મંજુરી અપાઇ હતી.

આમ ઉપરોકત તમામ મહત્વની દરખાસ્તો સહિત કુલ ૩૦ દરખાસ્તો ઉપરાંત  ત્રણ અરજન્ટ દરખાસ્તો અંગે ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળેલી  સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણયો લઇ કુલ ૧.ર૭ અબજનાં વિકાસકામો મંજુર થયા હતા. 

(3:13 pm IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST