Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વિધવા-વિધૂર સ્કીમો માટે ટુંકમાં રાજકોટમાં ખાસ કેમ્પઃ કલેકટર

હાલ ઇન્દીરા ગાંધી સહાય યોજના અને ગુજરાત સરકાર એમ બંને મળી ૭પ૦ થી ૧રપ૦ સૂધી દરમહિને સહાય ચૂકવાય છે : નવા અરજદારો શોધી કઢાશેઃ પુખ્ત વયનો પૂત્રનો નિયમ નીકળી ગયો છેઃ કોર્પોરેશનની મદદ લઇ સર્વે કરી તંત્ર સામેથી અરજીઓ લેશે

રાજકોટ તા. ૭ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું કે કલેકટર તંત્ર આગામી દિવસોમાં વિધવા-વિધૂર સહાય માટે ખાસ કેમ્પ રાજકોટમાં કરવા જઇ રહ્યું છ.ે

હાલ, આવી સહાય માટે ઘણી અરજીઓ આવે છે, અને દરમહિને નિકાલ પણ કરાય છે, પરંતુ રથી રાા મહિના પહેલા કેન્દ્ર સરકારે વિધવા-વિધૂર સહાયમાં ૧૮ વર્ષનો પૂખ્ત વયનો પૂત્ર હોય તો તેને સહાય ન મળે તે નિયમ કાઢી નાંખ્યો છે, પરંતુ આની ઘણાને જાણ નથી, અને રેશનકાર્ડમાં પૂખ્તવયના પૂત્રનું નામ હોય, તેમને સહાય પ્રાપ્ત થતી નથી.

આથી હાલ જૂની પેન્ડીંગ અરજીઓ છે ત ેઉપરાંત રાજકોટ સીટીમાં નવી અરજીઓ - અરજદારો એટલે કે વિધવા-વિધૂર સહાય માટે શોધી કાઢવા કલેકટર તંત્ર આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં સ્પે.કેમ્પ કરવા જઇ રહ્યું છે. કોર્પોરેશનની મદદથી-મીટીંગ યોજી વિસ્તાર વાઇઝ સર્વે કરી નવા લાભાર્થી શોધી કઢાશે, અને જરૂરિયાતવાળા તમામને આનો લાભ મળી રહે તે માટે ખાસ કેમ્પ કરાશે.

કલેકટરે જણાવ્યું હતું કે આ કેમ્પમાં આવકના દાખલા સહિતની તમામ બાબતો પણ આવરી લેવાશે.

હાલ વિધવા-વિધૂર સહાય દર મહિને આ લોકોને ઇન્દીરા ગાંધી સહાય યોજના અને ગુજરાત સરકારની સહાય યોજના અંતર્ગત ૭પ૦ થી ૧રપ૦ જેવી સહાય ચૂકવવામા આવે છ.ે

રાજકોટમાં આ કેમ્પ યોજયા બાદ તબકકાવાર દરેક તાલૂકામાં આવા કેમ્પ કરાશે અને કોઇ રહી ન જાય તે જોવા અંગે કાર્યવાહી થશે.

(3:13 pm IST)