Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

બાલાજી હોલ પાછળ ઘર પાસે દારૂ વેંચવાની ના પાડતાં શોભનાબેનને ચાર શખ્‍સોએ ગાળો દઇ ઝૂપડુ સળગાવ્‍યું

રાજકોટઃ મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ આરએમસી ક્‍વાર્ટર પાસે ઝૂપડામાં રહેતાં શોભનાબેન લાલાભાઇ વાઘેલા (ઉ.૩૫) નામના મહિલાએ ગુરૂવારે રાત્રે સાડા અગિયારેક વાગ્‍યે પોતાના ઝૂપડા નજીક દારૂ વેંચવાની ના પાડતાં કલ્‍પેશ, અનુબેન મનસુખ, મનસુખ તથા રાહુલે મળી તેને ગાળો દઇ ઝઘડો કર્યા બાદ ઓટો રિક્ષામાં આવી કોઇ જ્‍વલનશીલ પદાર્થ છાંટી ઝૂપડુ સળગાવી નાંખતા નાશભાગ મચી ગઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તાલુકા પોલીસને જાણ થતાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી શોભનાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી ચારેય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(12:34 pm IST)