Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ઘૂઘરાના પૈસા મામલે પ્રેમચંદ્ર ઠાકુરને ચાર શખ્‍સોએ છરીના ઘા ઝીંક્‍યા

રાજકોટઃ પોપટપરા-૯/૧૪ના ખુણે રામજીભાઇના મકાનમાં રહેતો પ્રેમચંદ્‌શ સોનપાલભાઇ ઠાકુર (ઉ.૩૬) રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ચકરડી પાસે હતો ત્‍યારે પ્રદિપ ઉર્ફ પદીયો, ગોૈતમ ધનજીભાઇ, વિક્કી ઉર્ફ હેન્‍ડલ અને સુરેશ ઉર્ફ સનીએ ગાળો દઇ છરી-પાઇપથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં પ્ર.નગરના એએસઆઇ ટી. આર. બુહાએ પ્રેમચંદ્રની ફરિયાદ નોંધી છે. ફરિયાદીએ ઘૂઘરાના પૈસા માંગતા આ માથાકુટ થયાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું છે.

(12:34 pm IST)