Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

પ્‍લેટિનમ હોટેલમાં બેભાન થઇ જતાં ચામુંડા સોસાયટીના રંજનબેન સદાદીયાનું મોત

રાજકોટઃ શહેરના જ્‍યુબીલી બાગ પાસે આવેલી પ્‍લેટિનમ હોટેલમાં કામ કરવા આવતાં મહિલા રંજનબેન દિનેશભાઇ સદાદીયા (ઉ.૪૮-રહે. ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ) નવા વર્ષની રાત્રે નવેક વાગ્‍યે હોટેલમાં કામ કરતી વખતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ વી. એમ. ડોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:31 pm IST)