Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

રાજકોટમાં BAPS સ્વામિ, મંદિરમાં અન્નકુટ મહોત્સવ : કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યા દર્શન

1500થી વધુ મિઠાઈ અને ફરસાણ ભગવાન સ્વામિનારાયણને ધરાવાયો

રાજકોટ : આજથી હિંદુઓનું નવું વર્ષ  વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે.વહેલી સવારથી લોકો દેવ દર્શન કરી વર્ષની શરૂઆત કરી રહ્યા છેકાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં 1500થી પણ વધુ વ્યંજનો તૈયાર કરી ભગવાનને ધારાવાયા છે  જેમાં ફરસાણ, મીઠાઈ અને કેક સહિતનો સમાવેશ કરાયો છે આજે  કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ અન્નકુટના દર્શન કર્યા હતા.

 

  વહેલી સવારના 5 વાગ્યાથી સ્વામિનારાયણ મંદિરના રસોડામાં ભગવાન માટે તેમના ભક્તોએ રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. બપોરના 12 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધી દર કલાકે ભાવિ ભક્તજનો અન્નકૂટ આરતીનો લાભ લઇ શકશે. જે બાદ આવતીકાલે હજારો ભક્તોને આ અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવશે.

(11:33 pm IST)
  • મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 58 લાખનું સોનુ ઝડપાયુંં : મુંબઈ કસ્ટમે 58 લાખના સોનાના બાર ઝડપ્યા : ઇન્ડિગો ફ્લાઈટના યાત્રી મજમલ શેખ પાસેથી સોનાના બાર ઝડપાયા : બે પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું સોનુ access_time 9:18 pm IST

  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • ઉના :વિમાંશી હત્યાના ઘેરા પડઘા :કોડીનારમાં નીકળી વિશાળ રેલી :લોહાણા સમાજ વેપારીઓ સહિત સર્વે સમાજના લોકો રેલીમાં જોડાયા: મોન રેલી બાદ પોલિસ અને મામલતદારને આપ્યું આવેદન: હત્યારા પર કડક પગલા લેવા માગ access_time 4:04 pm IST