Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧પમીએ રેસકોર્સ મેદાનમાં થશે રાવણ દહન

વિ.હી.પ. દ્વારા સરકારની કોવિડ-ગાઇડ લાઇનનાં ચુસ્ત પાલન સાથે આ વર્ષે કરાયુ આયોજનઃ હાલમાં રાવણ-કુંભકર્ણ-મેઘનાદનાં પુતળા તૈયાર થઇ રહ્યા છે

રાજકોટ તા. ૯ :.. કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે શહેરમાં દશેરાએ  રાવણ દહનનો કાર્યક્રમ યોજી શકાયો નહોતો. પરંતુ હવે કોરાનાં કાબુમાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે આગામી તા. ૧પ નાં રોજ રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદનાં ઉપક્રમે રાવણ દનનો કાર્યક્રમ યોજાનાર છે.

આ અંગે વિ.હી.પ.નાં અગ્રણી શાંતુભાઇ રૂપારેલીયાએ જાહેર કર્યા મુજબ 'આ વર્ષે સરકારની કોવિડ ગાઇડ લાઇન જેવી કે સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક, હેન્ડ સેનીટાઇઝર, જેવા નિયમોનાં ચુસ્ત પાલન સાથે રેસકોર્ષ મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ માટે બે દિવસ સુધી રેસકોર્સ મેદાન ભાડે રાખવામાં આવ્યુ છે. અને મ.ન.પા. દ્વારા તેને મંજૂરી આપી દેવાઇ છે. દરમિયાન રાધેશ્યામ ગૌશાળા ખાતે હાલમાં રાવણ-કુંભકર્ણ અને મેઘનાદનાં પુતળા તૈયાર થઇ રહ્યા છે.

રાવણ દહનનાં કાર્યક્રમનાં સમય અંગે ટૂંક સમયમાં જ વિ.હી.પ. દ્વારા સત્તાવાર જાહેરાત થશે. આમ આગામી વિજયા દશમીનાં પર્વે આશુરી શકિત પર દૈવી શકિતનાં વિજયનાં પ્રતિક સમો રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.

(4:03 pm IST)