Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મ.ન.પા.નાં ખાડા મુકિત અભિયાન પર પાણી ફરી વળ્યુઃ ઝાપટા પડતાં પેચવર્ક શરૂ ન થયુ

શાસકોએ આજથી રસ્તાનાં ખાડાઓમાં ડામર-પેચવર્ક શરૂ કરવાની જાહેરાત કરેલ પરંતુ વરસાદ વેરી બન્યો

રાજકોટ તા. ૯ :.. મ.ન.પા.નાં શાસકો એ આજથી રસ્તાઓનાં ખાડા પુરવા માટે  ડામર પેચવર્ક જોર-શોરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદનાં ઝાપટાઓ પડતાં આ કામગીરી શરૂ થઇ શકી ન હતી.

આ અંગેની વિગતો મુજબ ભારે વરસાદને કારણે શહેરનાં મોટા ભાગનાં રોડ ઉપર ગાબડાઓ પડયા છે. ત્યારે આ ગાબડા પુરવા માટે આજથી મોટા પાયે ડામર પેચવર્કનું કામ શરૂ કરવાની જાહેરાત મેયરશ્રી તથા મ્યુ. કમિશનર દ્વારા કરાયેલ. પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદનાં ઝાપટા પડી રહ્યા હોવાથી આજે ડામર પેચવર્ક શરૂ થઇ શકયુ ન હતું. અને હજુ બે-ચાર દિવસ પછી પેચવર્ક શરૂ થશે. તેમ ઇજનેરી સુત્રોએ જણાવ્યું હતું.

(4:03 pm IST)