Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સોમવારે અને મંગળવારે ચાર વોર્ડમાં પાણીકાપ

ટાંકાની સફાઇ કરવાની હોવાથી તા. ૧૧ના ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૩ તથા તા. ૧૨ના રેલનગર અને બજરંગ વાડી હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૨ અને ૩ના વિસ્તારોમાં થશે અસર

રાજકોટ તા. ૯ : મ્યુ. કોર્પોરેશન દ્વારા ન્યારા પાસે આવેલ ઓફ ટેકપરનો સમ્પ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. ૧૧ના સોમવારે ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૧૧ તથા ૧૩ના અડધા વિસ્તારોમાં અને મંગળવારે તા. ૧૨ના રેલનગર અને બજરંગ વાડી હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૨ અને ૩ના અડધા વિસ્તારો સહિત બે દિવસ ૪ વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે.

ન્યારા ઓફ ટેક પરના સમ્પ સાફ કરવાનો હોવાથી તા. ૧૧ને સોમવારે વોર્ડ નં. ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ)ના ચંદ્રેશનગર આસપાસના વિસ્તારો તથા તા. ૧૨ને મંગળવારે રેલનગર અને બજરંગ વાડી આસપાસના વોર્ડ નં. ૨ (પાર્ટ), ૩ (પાર્ટ) સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ મ.ન.પા.ના વોટરવર્કસની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સોમવારે કયાં કયાં વિસ્તારોમાં પાણી નહિ મળે

તા. ૧૧ને સોમવારે ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૩ના માયાણીનગર, ચંદ્રેશનગર, પટેલ કોલોની, ખીજડાવાળો રોડ, જુનુ માયાણીનગર, વિશ્વનગર, ચામુંડાનગર , દેવનગર, ટી.પી. રોડ, પટેલ પાર્ક, અલ્કા સોસાયટી, આસોપાલવ પાર્ક, જમના પાર્ક, મહાદેવ વાડી, નવરંગપરા, સ્વસ્તિક સોસાયટી તથા શિવગંગા સોસા, માલધારી ચોક, નહેરૂનગર, માયાણી આવાસ, પટેલ પાર્ક, આસોપાલવ પાર્ક, સરદાર પટેલ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય.

મંગળવારે આ વિસ્તારો રહેશે તરસ્યા

તા. ૧૨ને મંગળવારે ગાયત્રીધામ સોસાયટી, સંજયનગર, મોમીન સોસાયટી, રાજીવનગર, બજરંગવાડી, પૂજા પાર્ક, પુનિતનગર, પાવન પાર્ક, અવનંતિકા પાર્ક, મોચીનગર ૧ અને ૨, શિતલ પાર્ક, ભોમેશ્વર પ્લોટની સોસાયટી, જાગૃતિ સોસાયટી, ગોકુલિયાપરા, વસુંધરા સોસાયટી તથા બજરંગ વાડી તથા શિવદ્રષ્ટિ સોસા, શકિત સોસા, સંતોષીનગર, સૂર્ય પાર્ક, ગંગોત્રી પાર્ક, અર્પણા પાર્ક, રામેશ્વર પાર્ક, હેડગેવાર આવાસ, છત્રપતિ શિવાજી આવાસ, ઝાંસી કી રાણી આવાસ, રેલનગર-૧, રેલનગર-૨, પોપટપરા સોસા., રઘુનંદન સોસા., કૃષ્ણપરા સોસા, ૫૩-કવાર્ટર, અમૃતધારા સોસા, અવધ પાર્ક સોસા, ઘનશ્યામ રેસિડેન્સી, ઘનશ્યામ વાટીકા, નાથદ્વારા સોસા, ભકિત પાર્ક સોસા, ઋષીકેશ સોસા, પરમેશ્વર પાર્ક, શિવમ પાર્ક, દ્વારકેશ પાર્ક, લોર્ડ-ક્રિષ્ના સોસા, શિવમ પાર્ક, સેન્ટ્રલ જેલ સહિત આસપાસ, શંકર ટેકરી સહિતના વિસ્તારોમાં પાણી નહિ મળે.

(4:02 pm IST)