Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

બે લાખ ૯૦ હજારનો ચેકરિટર્ન થતાં ધોરાજીના શખ્સ વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ,તા.૯: ધોરાજીના રહીશ જયેશ મનસુખભાઇ બોરડને નાણાની અંગત જરૂરીયાત ઉપસ્થિત થતા તેના રવજીભાઇ વઘાસીયા પાસેથી લીધેલ રકમ રૂ. પ,૦૦,૦૦૦ માંથી પાર્ટ પેમેન્ટ પેટે રકમ રૂ. ૨,૯૦,૦૦૦ પરત કરવા ફરિયાદી જોગ ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા ફરીયાદી દ્વારા આરોપી જયેશ બોરડ વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયુડી મેજી.ની કાાર્ટમાં ફરીયાદ દાખલ કરતા આરોપીને અદાલત સમક્ષ હાજર થવા આરોપી વિરૂધ્ધ પ્રોસેસ ઇશ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, ગોકુલ પાર્ક, ફરેણી રોડ, ધોરાજીમાં રહેતા જયેશ મનસુખભા બોરડે નાણાની અંગ જરૂરીયાત ઉપસ્થિત થતા મિત્રતાના સંબંધના નાતે રાજકોટમાં સ્વાતીપાર્ક, કોઠારીયા રોડ પર રહેતા ફરીયાદી પ્રફુલભાઇ રવજીભાઇ વઘાસીયા પાસે રૂ.૫,૦૦,૦૦૦ મેળવી છ માસમાં પરત કરવા બાહેંધરી આપી પ્રોમીસરી નોટ લખી આપી સ્વીકારેલ રકમ પરત કરવા પાર્ટ પેમેન્ટ પેટે રકમ રૂ. ૨,૯૦,૦૦૦ ચુકવવા ફરીયાદી જોગ ચેક ઇસ્યુ કરી આપી, સહી કરી આપી, ચેક સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે સદર ચેક ફરીયાદી પોતાના બેન્ક ખાતાામં રજુ રાખશે. એટલે ચેક રીટર્ન થશે નહીં અને ચેક સ્વીકારાય જશે. ફરીયાદીની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક બેંકમાં રજુ કરતા ચેક સ્વીકારાયેલ નહી અને ચેક રીટર્ન થતા તેની જાણ આરોપીને કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદઇરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાને અંગત નાણાની જરૂરીયાત હોવાથી ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત કરવા પેર્ટ પેમેન્ટ પેટે ચેક આપી, તે પાસ થવા ન લઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકઠ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ આરોપી જયેશ બોરડને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી પ્રફુલભાઇ વઘાસીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ  શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા. 

(3:22 pm IST)