Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કાલથી રાજકોટમાં દુર્ગાપુજા મહોત્સવ

રાજકોટમાં કામ કરતાં બંગાળી કારીગરો અને વેપારીઓ દ્વારા આયોજન : સ્વામી પુર્ણરૂપાનંદજીના હસ્તે ઉદઘાટન : પુજા, મહાઆરતી, સાંસ્કૃતિક મનોરંજનના કાર્યક્રમોઃ આઠમે મહાપુજન, નવમાં નોરતે હવન, દશેરાએ વિસર્જન

રાજકોટઃ અહિંના સોની બજારમાં સોની કામ કરતાં પશ્ચિમ બંગાળના બંગાળી કારીગરો અને વેપારી ભાઇઓ અને શ્રીરામ ક્રિષ્ના સ્મૃતિ રાજકોટ દ્વારા  તા.૧૦ થી ૧૫ (બુધથી શુક્ર) દરમિયાન હાથીખાના મેઇન રોડ, આરએમસી ઓફીસ સામે આમલી ચોક ખાતે દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. ખાસ કરીને બંગાળમાં આ પર્વનું ખુબ જ મહત્વ છે.શ્રી રામ ક્રિષ્ના સ્મૃતિ સંઘ આયોજીત દુર્ગાપુજા સાર્વજનીક મહોત્સવનું ઉદઘાટન કાલે તા.૧૦ રવિવારે જેમ કે રામક્રિષ્ના મઠ, રાજકોટના સ્વામી પૂર્ણરૂપાનંદજી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, અજયભાઇ પરમાર, ભાયાભાઇ સાહોલી, દિલીપભાઇ રાણપરા તથા સર્વે બંગાળી વેપારી કારીગરો પરીવારજનોની હાજરીમાં ઉદઘાટન થશે.તા.૧૦ના રવિવારથી વિજયા દશમી તા.૧૫ સુધી રોજ સાંજે ૭ થી ૮:૩૦ દરમિયાન પુજા અને મહાઆરતી રાત્રે ૮:૩૦ થી બંગાળી પરિવારના ભુલકાઓનો સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ યોજાશે.તા.૧૩ (આઠમા નોરતેે) બપોરે  ૧૨ વાગે મહાપુજન તેમજ રાત્રે ૮ વાગે મહાઆરતી તા.૧૪ (નવમાં નોરતે)ના દિવસે સવારે ૧૦:૩૦ વાગ્યાથી હવન તથા તા.૧૫  દશેરાના દિવસે માતાજીની મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ બપોરે ૨ વાગ્યાથી શરુ થશે. ધર્મપ્રેમીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા બંસી પરાઇ મો.૮૯૮૦૭ ૩૨૩૧૧, વિશ્વજીત સામંતો, કાશીનાથ મૈતી, સુબ્રાતા મંડળ, દેબાશીષ ખાનરા, રામદુલાલ દાસ, રાજકુમાર બેરા, સુદીપત્રો મંડળ, અશંુમાન, ગોકુળ સામંતા, સુમેન મંડળ વિ. જોડાયા છે. 

(3:21 pm IST)