Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સામા કાંઠે ભુપત ભરવાડની ઓફિસમાં જામેલી દારૂ જુગારની મહેફિલમાં પડ્યો ભંગ: ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: ૬ પકડાયા: ભુપત હાજર નહોતો

રાજકોટઃ સામા કાંઠે ઓફીસ ધરાવતા અને અગાઉ બળજબરીથી મિલકતો પડાવવા ધાક ધમકી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભુપત ભરવાડની ઓફિસમાં સાંજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી દારૂ જુગારની મહેફિલ માંડીને બેઠેલા છ શખ્સોને પકડી લીધાનું જાણવા મળ્યું છે. 

એસીપી ક્રાઇમ ડી.વી. બસિયા, પીઆઇ વી.કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. જેબલિયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. ઓફિસમાં જો કે ભુપત હાજર મળ્યો નથી. પણ જગ્યા તેની હોવાથી તેનું પણ આરોપીમાં નામ સામેલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. વધુ વિગત મેળવાઈ રહી છે.

(9:54 pm IST)