Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

Phd થીસીસ અંગ્રેજીમાં જમા કરાવવા કુલપતિના નિર્ણય સામે વિરોધ

કુલપતિને પત્ર પાઠવી રજુઆત કરતા ડીન ડો. નિદત બારોટ

રાજકોટ તા ૯  : સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીને ભ્ત્ર્ફુ થીસીસ અંગ્રેજીમાં જમા કરાવાનો વિરોધ શિક્ષણ વિભાગના ડીન ડો. નિદત બારોટે નોંધાવ્યો છે. પી.એચ.ડી. થીસીસ અંગ્રેજીમાં જમા કરવા અંગે થયેલ નિર્ણય બાબતે ડો. નિદત બારોટે રજુઆત કરતા જણાવેલ કે પી.એચ.ડી. વિદ્યાર્થી તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓને પી.એચ.ડી. થીસીસ અંગ્રેજી ભાષામાં જમા કરવાનો નિર્ણય કરેલ જે અયોગ્ય છે. પીએચડી વિદ્યાર્થીને લગતો કોઇપણ નિતી વિષયક નિર્ણય બી.યુ.ટી અને અથવા સિન્ડીકેટમાં મુકી મંજુર કરવો જોઇએ.   કોઇપણ નિર્ણય હવે પછી પીએચડી વિદ્યાર્થી તરીકે નોંધાય તેઓને જ લાગુ પાડવો જોઇએ. ૨૦૧૭ માં નોંધાયેલાઓને નહીં. ૨૦૧૭માં નોંધાયેલા વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં ચાર સત્ર દરમિયાન પ્રેઝન્ટેશન માટે આવ્યા હતા. તેઓએ આર.એ.સી. ની સમક્ષ કરેલ કામગીરીનું વિવરણ કર્યુ હતું. આર.એ.સી.એ. એ માન્ય કર્યુ. આ બધી જ કામગીરી અનેક વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં કરી હતી. જે આર.એ.સી. એ મંજુર કરી,  હવે નવેસરથી અંગ્રેજીમાં તૈયાર કરવાનું કહેવું કાયદાકીય રીતે પણ ખોટું છે.

વિદ્યાર્થીનું કાર્ય પી.એચ.ડી. માટે થીસીસ  જમા કરાવવાનું છે.  તેની ઇવેલ્યુશન કરવાની જવાબદારી યુનિવર્સિટીની છે માટે યુ.જી.સી. અંગ્રેજી ભાષામાં ઇવેલ્યુશન કરાવવા માંગતી હોય તો વિદ્યાર્થીએ જમા કરાવેલ  ગુજરાતી  થીસીસનું અંગ્રેજી કરવાની જવાબદારી યુનિવર્સિટીની છે, વિદ્યાર્થીની નહી માટે ટ્રાન્સલેશનનું કાર્ય વિદ્યાથી પાસે કરાવવું જોઇએ નહીં.

(4:03 pm IST)