Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રતનપર-કોઠારીયા-માધાપરની કરોડોની સરકારી જમીનોનો કબ્જો લેવા સીટી પ્રાંત-૨ના આદેશોઃ હાલ જમીનો ઉપર ૮ તો કારખાના !!

તાલુકા મામલતદારને કરેલા આદેશોઃ અનેક મોટા માથાઃ કુલ ૧૦ કેસમાં ૩૭/૨ હેઠળ અપાયેલા ચૂકાદા : કુલ ૧૭ એકરથી વધુ જમીનઃ કોઠારીયામાં અઘાટમાં કારખાના બની ગયા છેઃ હવે જમીનના કબ્જા લેવાશે

રાજકોટ, તા. ૯ :. રાજકોટ સીટી પ્રાંત-૨ અને નખશીખ પ્રમાણિક અધિકારી ડે. કલેકટર શ્રી જેગોડાએ તાજેતરમાં ૩૭/૨ હેઠળ ૧૦ કેસો ચલાવી આ તમામ જમીનનો કબ્જો લેવા તાલુકા મામલતદારને હુકમો કરતા ખળભળાટ મચી ગયો છે.

સરકારી જમીનમાં જેમણે પોતાની જમીન હોવાનો દાવો દાખલ કરેલ તેવા કુલ ૧૦ કેસો ૩૭/૨, હેઠળ ચલાવી પ્રાંત અધિકારી શ્રી જેગોડાએ હુકમો કર્યા હતા.

આમા કેટલીક જમીન ઉપર ૮ તો કારખાના ઉભા થઈ ગયા છે. અમુક જમીન ઉપર દાવા કરનાર મોટા માથા હોવાનું બહાર આવ્યુ છે. તાલુકા મામલતદાર હવે આ તમામ જમીનોનો ટૂંકમાં કબ્જો લઈ સીટી પ્રાંત-૨ને રીપોર્ટ કરશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

આ ૧૦ કેસોની જમીનો જોઈએ તો રતનપર સર્વે નં. ૮૩/૧-૯ એકર ૩૩ ગુંઠા, કોઠારીયા સર્વે નં. ૩૫૨ અઘાટ જેમાં ૧૫૩ ચો.મી., ૧૮૩ ચો.મી., ૪૧૮ ચો.મી., ૩૪૦ ચો.મી., ૮૭૮ ચો.મી. અને ૩૪૦ ચો.મી.નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત માધાપર સર્વે નં. ૩૧માં ૫ એકર ૨૬ ગુંઠા અને માધાપર સર્વે નં. ૪૪માં ૩ એકર ૨૧ ગુંઠા જમીનનો કબ્જો લઈ લેવા, દાવા દાખલ કરનારના દાવા ફગાવી દઈ - કલમ ૩૭/૨, હેઠળ કેસ ચલાવી - ચુકાદા આપી મામલતદારને આદેશો કર્યા છે.

(3:20 pm IST)