Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

લિજ્જતના પ્રમુખ તરીકે સ્વાતી પરાડકરની વરણીઃ શારદા કુબલ-પ્રિયંકા રેડકર મંત્રીપદે

રાજકોટઃ ''લિજ્જત''ના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના નવા પદાધિકારીઓની વરણી થઇ છે.  શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ વિશ્વભરમાં ઉચ્ચતમ નામના મેળવેલી જેમા ૨૦૧૯-૨૦ના પ્રમુખ પદે શ્રીમતી સ્વાતી આર. પરાડકરની વરણી થઇ છે. સુપ્રસિદ્ઘ સંસ્થા છે, કે જેની ગ્રામ્ય વિસ્તારના બહેનો માટેની ઉન્નતિ તેમજ આત્મસન્માન અને સ્વયંરોજગારની તક ઉભી કરવાના ધ્યેય સાથે તા. ૧૫મી માર્ચ ૧૯૫૯ ના રોજ નાનકડા પ્રયોગ રૂપે શરૂ થયેલી આ સંસ્થા આજે એક વિશાળ વટવૃક્ષ સમાન ભારતભરમાં ફેલાયેલો છે, જેમાં આ સર્વે સભ્ય બહેનો દ્રારા વિશ્વવિખ્યાત લિજ્જત પાપડ, લિજ્જત મસાલા, લિજ્જત દ્યઉં આટો, લિજ્જત ચપાતી તેમજ સસા ડીટરજન્ટ પાવડર, કેક, લિકવીડ સાબુ અને અન્ય ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવે છે. ભારતભરમાં ૮૩ શાખાઓ અને ૨૭ વિભાગોમાં ૪૫,૦૦૦ થી વધુ સભ્યબહેનો આત્મસન્માન અને સ્વનિર્ભર સહિયારા  માલિક તરીકે જોડાયેલી છે. લિજ્જત સંસ્થા એક 'પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ' છે અને ખાદી ગ્રામોધોગ પંચ ની પહેલી હરોળ ની અગ્રગણ્ય માન્ય સંસ્થા છે. આ સંસ્થા ચેરીટી કમિશનર દ્વારા બનાવવામાં આવેલ સ્કીમ મુજબ તેમજ પૂજય વિનોબા ભાવેના સર્વોદય ટ્રસ્ટીશીપનાં સિદ્ઘાંતો પર ચાલતી સંસ્થા છે.

 આ સંસ્થાની કારોબારી સમિતિની તાજેતરમાં યોજાઇ ગયેલ ૨૦૧૯-૨૦૨૦ માટે પદાધિકારીઓ નિમાયેલ છે. શ્રીમતી સ્વાતી આર. પરાડકર (પ્રમુખ), શ્રીમતી પ્રતિભા ઇ. સાવંત (ઉપપ્રમુખ), શ્રીમતી શારદા ડી કુંબલ (મંત્રી), શ્રીમતી પ્રિયંકા જી. રેડકર (મંત્રી), શ્રીમતી નમિતા એન સકપાળ (ખજાનચી), શ્રીમતી સાક્ષી એસ.  પાલવ (ખજાનચી)

(11:44 am IST)