Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સહિયરના રાસોત્‍સવમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે

૧૯માં વર્ષે પણ રેસકોર્ષના મેદાનમાં સુરેન્‍દ્રસિંહ વાળા અને તેની ટીમનું સુપર-ડુપર આયોજન : કીંગ ઓફ ડાંડીયા રાહુલ મહેતા, સુફી ગાયક સાજીદ ખ્‍યાર સાથે ચાર્મી રાઠોડ રંગ જમાવશેઃ વોટર ડ્રમીંગની શરુઆત કરેલી

 રાજકોટઃ તા.૯, માં આદ્ય શક્‍તિના પુજનનો તહેવાર નવલી નવરાની જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટ ના લોકો રાસ ગરબાની રમઝટ બોલાવવા થનગની રહયા છે ત્‍યારે રાજકોટમાં  છેલ્લા ૧૭ વર્ષથી અનેરૂ અર્વાચીન દાંડીયારાસ નું આયોજન કરતા સહિયર કલબ દ્વારા   રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે અર્વાચીન દાંડિયા રાસ આયોજન  કરવામાં  આવ્‍યું છે. ઉલ્લેખનીય  છે કે દ્વારા સહિયર કલબ દ્વારા ૨૦૦૧ માં સહિયર કલબના પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા ૨૦૦૧માં પહેલીવાર અર્વાચીન દાંડીયારાસ નું આયોજન પહેલીવાર કરવામાં આવ્‍યું હતું ત્‍યારથી જ સતત ૧૮ વર્ષ સુધી સહિયર કલબ દ્વારા રંગીલા રાજકોટટીમનો  મન મુકીને રમી શકે તેવું આયોજન  કરવામાં આવી રહ્યું છે

સહિયર કલબ દ્વારા આંખ ઠરે તેવુ સમગ્ર ગ્રાઉન્‍ડમાં નેટ ફ્‌લોરિંગ વાળું મેદાન તૈયાર કરવામાં આવે છે સહ પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણી શકે તેવી ખાસ બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવે છે, સમગ્ર ગ્રાઉન્‍ડનું સ્‍ટ્રક્‍ટર ટ્રસ્‍ટ દ્વારા તૈયાર કરવામાં આવ્‍યું છે, સહિયર કલબના અર્વાચીન દાંડિયા રાસના આયોજન માં અંદાજે એક લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમની સાથે ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે, સરાઉઝિંગ લાઈનએર ઈફેક્‍ટ દ્વારા સમગ્ર ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓ રાસ ગરબાની મજા માણી શકશે, LED લાઇટિંગ વ્‍યવસ્‍થા દ્વારા સમગ્ર ગ્રાઉન્‍ડ દિવસની જેમ ઝળહળી ઉઠશે.

સહિયર ક્‍લબના અવાંચીન દાંડીયારાસમાં  દર વર્ષે સિક્‍યોરિટી   લાજવાબ હોય છે આ વર્ષે આર, કે સિક્‍યોરિટીના બાઉન્‍સરો દ્વારા સિક્‍યોરિટીની ચુસ્‍ત વ્‍યવસ્‍થા જાળવવામાં આવશે બાઉન્‍સરો દ્વારા મેટલ ડિટેકટર થી ખેલૈયાઓ અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ ગ્રાઉન્‍ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્‍ડમાં ડિજિટલ સીસીટીવી કેમેરા દ્વારા એક વ્‍યક્‍તિ પર બાજ નજર રાખવામાં આવશે સહિયર કલબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્‍ડમાં અંદાજે સાત હજાર જેટલા મોકળાશથી રાસ ગરબાની રમઝટ બોલાવી શકે કેવું વિશાળ છે, સાથે સાથે

ભારતની એક માત્ર ISO સર્ટીફાઇડ અને ગોલ્‍ડન બુક ઓફ રેકોર્ડ ધરાવતું તેજશ શીશાંગીયા સંચાલીત મ્‍યુઝિક ગ્રુપ જીલ એન્‍ટરટેઈનમેન્‍ટ દ્વારા  મ્‍યુઝિક આપવામાં આવશે

 સંગીતએ સહિયર ક્‍લબ દ્વારા આયોજિત અર્વાચીન દાંડિયા રાસ નું એક આગવું રહ્યું છે સહિયર કલબના સિંગર પાસે બહોળો અનુભવ અને કલેકશન જોવા મળે છે તે અન્‍ય પાસે ભાગ્‍યે જ જોવા મળે, ગીરના સાવજ ગણાતા અને છલડો થી ફેમસ થયેલા કિંગ ઓફ ડોડીયા ૨ાહુલ મહેતા, સુફી સંગીત અને દેશી ગીતોનો કંઠ એટલે સાજીદ ખ્‍વાર સાથે સુમધુર કોકીલ કેડી ચાર્મી રાઠોડ નવે નવ દિવસ સહિયર ક્‍લબમાં ધમુમચાવશે સાથે સ્‍ટેજ સંચાલન અને મલ્‍ટી ટેલેન્‍ટેડ ધરાવતા એન્‍કર અને સિંગર એવા તેજશ શીશાંગીયા સ્‍ટેજ સંચાલન કરશે, રીધમ સેકશન નું સંચાલન ખોડીદાસ વાઘેલા દ્વારા કરવામાં આવશે, ઉલ્લેખનીય છેકે વોટર ડ્રમિંગ ની શરૂઆત સહીયર કલબ થી જ થઈ હતી, આયોજનને સફળ બનાવવા સહિયર ક્‍લબના પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા, વાઇસ પ્રેસિડેન્‍ટ ચંદુભાઈ પરમાર, સેક્રેટરી યશપાલસિંહ જાડેજા, કો-ઓર્ડીનેટર કૃષ્‍ણસિંહ જાડેજા, યુવા આયોજક કૃષ્‍ણપાલસિંહ વાળા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. 

 

(4:23 pm IST)