Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા નવરાત્રી સંદર્ભે ભૂલકાઓ માટે યોજાયો ટ્રેડીશનલ ફેશન શોઃ વિજેતાઓને ઇનામ વિતરણ

રાજકોટ : સરગમ પરિવાર દ્વારા સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે બાળ સભ્યો માટે નવરાત્રિને અનુલક્ષી ટ્રેડિશ્નલ ડ્રેસ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બાળકોએ એકથી એક ચડિયાતા પરંપરાગત વેશભૂષામાં સજજ થઇને ભાગ લીધો હતો. ૧રપ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તેમાંથી રપ વિજેતા ગર્લ્સ-બોયઝને ઇનામો અપાયા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને સંસ્થા તરફથી આકર્ષક સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતા. હેમુ ગઢવી નાટયગૃહ ખાતે ચાર ગ્રુપમાં ફેશન શો સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એ ગ્રુપમાં ઉંમર ૬ થી ૧૦ વર્ષ બોયઝ-ગર્લ્સ અલગ તથા બી ગ્રુપમાં ૧૧ થી ૧પ વર્ષ બોયઝ ગર્લ્સ અલગ એમ ચાર ભાગમાં સ્પર્ધા યોજાઇ હતી. ગર્લ્સમાં ભવ્યા બોડા, જેસ્વી ચોટલિયા, સાક્ષી દત્તાણી, હેત્વી સોલંકી, કાવ્યા ચગ, મિસરી મહેતા, રાજવી આડેસરા, આયુષી ટાંક, આર્યા ડોબરીયા, આસ્થા ધોળકીયા, ક્રિશા સાતા, રૂત્વી દવે, ભૂમિ ભાલાળા, રિયા લાલ, મૈત્રી રામાણી, નીર જોષી, ખુશી પુજારા, રૂત્વી સચદેવ તેમજ બોયઝમાંથી વાસુ પાનસુરીયા, ધ્યેય પાનસુરીયા, નમ્ર સચદેવ, ભવ્ય રાવલ, ભદ્ર માંડલીયા, દેવ શાહ વિજેતા થયા હતાં. વિજેતા બાળકોએ કોમલ હેન્ડીક્રાફટવાળા શિલ્પાબેન પુજારા તરફથી દાંડીયાની જોડી આપવામાં આવી હતી. આ ઉપરાંત સરગમ કલબ તરફથી પણ ઇનામો આપવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ બાળકોને આકર્ષક સર્ટીફીકેટ પણ અપાયા હતાં. નિર્ણાયક તરીકે જયશ્રીબેન રાવલ, ડો. માલાબેન કુંડલીયા, રેશ્માબેન સોલંકી, શિલ્પાબેન પુજારા સહિતનાએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઇ ડેલાવાળાએ જયારે આભારવિધી અલ્કાબેન કામદારે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઇ રામાણી, સરગમ લેડીઝ કલબના અલ્કાબેન કામદાર, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન ધામેલિયા, વૈશાલીબેન શાહ, સુધાબેન દોશી,  આશાબેન ભુછડા, જયોતિબેન પીઠડીયા, રંજનબેન વોરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)