Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કુમ કુમ કેરા પગલે પધારજો માં.... : નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં : ગરબા, ચુંદડી, હારની બજારો ધમધમી

રાજકોટ : આદ્યશક્‍તિ માતાજીને આરાધના કરવાના પવિત્ર દિવસો એટલે નવરાત્રી! આવતીકાલે આસો સુદ નોરતુ પહેલુ. માતાજીના સ્‍થાપન માટે ગરબાની ખરીદી માટે લોકો બજારોમાં નિકળી પડયા છે. ઘટ સ્‍થાપન માટે રંગ બેરંગી અને મોતીડા આભલાની સજાવટથી ઓપતા ગરબા બજારમાં મળી રહ્યા છે. તો માતાજીના સ્‍થાપન સ્‍થળે મુકવા માટે રંગબેરંગી સતારા જડીત ચુંદડી તેમજ પ્‍લાસ્‍ટીકના ડેકોરેટીવ હારની રોનક પણ બજારમાં છવાઇ ચુકી છે. ગરબા, હાર, ચુંદડીની બજાર અને ખરીદીમાં વ્‍યસ્‍ત માઇ ભકત ભાઇ બહેનો તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:45 pm IST)