Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શિલ્પા લાઇફસ્ટાઇલ દ્વારા 'શાહી સેટ્સ એન્ડ બેંગલ્સ મેલા'

વિલંદી-પોલકી, કલાસિક વેડીંગ જવેલરી, રિયલ ડાયમંડ, હેરીટેજ-ટેમ્પલ જવેલરીનું અદભૂત કલેકશનઃ પેલેસ રોડના ન્યુલી એકસ્પાન્ડેડ શોરૂમમાં આયોજનઃ ગોલ્ડન મેમરી સ્પર્ધા

રાજકોટઃ શિલ્પા લાઇફસ્ટાઇલ દ્વારા પ્રથમ નોરતાથી તેના પેલેસ રોડ પરના હવે વિશાળ જગ્યા, વિશાળ રેન્જ તેમજ વિશાળ પસંદગી સાથેના ન્યુલી એકસ્પાન્ડેડ શો-રૂમ પર 'શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલા'નું ૧૦થી૧પ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં પરંપરાગત અને આધુનિક, ઝગમગતી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીનું સુંદર કલેકશન રજુ કરવામાં આવી રહ્યુ છે.

શિલ્પા લાઇફસ્ટાઇલનો વાર્ષિક જવેલરી ફેસ્ટીવલ 'શાહી સેટસ એન્ડ બેંગલ્સ મેલા' દરેક પ્રસંગ અને માહોલમાં શોભી ઉઠે તેવી અસાધારણ ડિઝાઇન્સ સાથેનું સેટસ અને બેંગલ્સના ઉત્કૃષ્ઠ કલેકશન છે જેનો દરેક પીસ ટાઇમલેસ છે. શિલ્પા લાઇફસ્ટાઇલની ખાસ જવેલરી રેન્જમાં સમાવિષ્ટ ઉત્કૃષ્ઠ ડિઝાઇન્સ સાથેની વિલંદી અને પોલકી સેટસ, કલાસિક વેડીંગ સેટસ, રિયલ ડાયમંડ, હેરીટેજ અને ટેમ્પલ જવેલરીનું ભવ્ય કલેકશન શિલ્પા લાઇફસ્ટાઇલના પેલેસ રોડ શો-રૂમ પર એકીસાથે ઉપલબ્ધ છે.

તદઉપરાંત પ્રથમ નોરતાથી શિલ્પા સ્ટાઇલના પ૦ વર્ષ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ગોલ્ડન મેમરીઝ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં ગ્રાહકો પ૦ વર્ષની પોતાની યાદોની સ્ટોરી મોકલીને ભાગ લઇ શકે છે. પ્રથમ ૩ વિજેતાઓને ૧૦ ગ્રામ અને પછીના પ વિજેતાઓને પ ગ્રામના સોનાના સિકકાઓ તેમજ પ૦ ભાગ્યશાળી વિજેતાઓને ૨૦ ગ્રામના ચાંદીના સિકકાઓ અપાશે. તેમજ પ્રથમ ૮ વિજેતાઓની સ્ટોરી પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવશે. જેના ત્રણ પ્રોમો પ્રથમ નોરતાથી સોશ્યલ મીડીયા પર ધુમ મચાવશે.

ડિઝાઇનમાં વિશિષ્ટ અને અપીલમાં મનમોહક જવેલરીનું સર્જક શિલ્પા લાઇફસ્ટાઇલ પરંપરાગત અને આધુનિક શૈલીનો સમન્વય કરીને કન્ટેમ્પરરી જવેલરીને આકાર આપે છે. પૂર્વનો વારસો અને પશ્ચિમની નવીનતામાંથી પ્રેરણા લઇને શિલ્પા લાઇફસ્ટાઇલ ઉચ્ચ ગુણવત્તાસભર કારીગરી અને ઉત્તમ ડાયમંડ તથા જેમ્સ્ટોન્સને જોડીને ગ્રાહકોને અદ્વિતીય પસંદગી પુરી પાડે છે.

ટ્રેન્ડી છતા ટાઇમલેસ શિલ્પા લાઇફસ્ટાઇલની જવેલરી કલેકશનના ઝગમગતા ડાયમંડસ, ગોલ્ડ અને જેમ્સ્ટોન્સ સાથે જોડાઇને જાણે કે જીવનની કવિતાને ગતિશીલતામાં પરિવર્તિત કરે છે. જવલંત અને ભવ્ય, રહસ્યમય અને પ્રભાવી ગોલ્ડ, ડાયમંડ, સેફાયર, રૂબી અને એમેરાલ્ડ જવેલરીનું આ વિશિષ્ટ ક્રિએશન નારીત્વની ભાવનાઓનું ઉચ્ચતમ પ્રતિબિંબ છે.

વિલંદી અને પોલકી જવેલરી સેટસઃ મોગલ યુગથી રાજસ્થાન અને ગુજરાતમાં જે કલાની સદીઓથી પરંપરા રહી છે તે હવે આપના દ્વારે દસ્તક દઇ રહી છે. ટાઇમલેસ પોલકી જવેલરી અને વિલંદી સેટસ ભવ્યતાની વિશિષ્ટ નિશાનીઓ છે, જે શાહી અને જાજરમાન પ્રસંગોએ દીપી ઉઠે છે. અનકટ ડાયમંડસની મોહકતા સાથે આપના જવેલરી કલેકશનમાં એક કલાસિક જવેલરીનો ઉમેરો કરો.

કલાસિક વેડીંગ જવેલરીઃ અદભૂત બ્રાઇડલ સેટસ અને વેડીંગ જવેલરીની વિશાળ શ્રેણી આપના દિવ્ય શમણાને શાનદાર ડિઝાઇનો વડે સાકાર કરવા તૈયાર છે. અમારી લેટેસ્ટ બ્રાઇડલ જવેલરી એ બાબતનું એક વધુ ઉદાહરણ છે કે શા માટે ભારતીય બ્રાઇડલ સેટસ હજુ પણ કલાસિક ગણાય છે અને સૌથી આકર્ષક પરંપરાગત જવેલરીનું નઝરાણું છે. આપના સુંદર ચહેરાને અમારા બ્રાઇડલ સેટસ સાથે અદભૂત અને વધુ સોહામણો બનાવી આગવો ગ્રેસ આપો.

રિયલ ડાયમંડ જવેલરીઃ અમારી રિયલ ડાયમંડસ સાથેની શ્રેષ્ઠ ડિઝાઇનોવાળી જવેલરી દ્વારા અદ્ભૂત શાનનો અનુભવ કરો. ભવ્ય અદ્વિતીય જવેલરી સેટ્સમાં ઝીણવટભરેલી કારીગરીયુકત રિયલ અનકટ ડાયમંડના લાવણ્યને પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરો. આ અદ્ભૂત ડાયમંડ જવેલરી ફેન્સી શેપ્સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે. અમારા વીવીએસ કલેરીટી, ઇએફ કલર્સયુકત અને આઇજીઆઇ સર્ટીફાઇડ ડાયમંડસ નાજુક મૂડસને ખૂબીપૂર્વક પ્રતિબિંબિત કરી આપના વ્યકિતત્વને નવીનતાનો સ્પર્શ આપે છે.

હેરીટેજ જવેલરીઃ ભારતના શાહી યુગની રોમાંચકતાને માણો, પ્રસ્તુત છે ઇન્ડીયન રોયલ દરબારની પ્રાચીન આકર્ષકતા સાથે ચોકકસાઇપૂર્વકની સુંદર હસ્તકલા સાથેનું ઓથેન્ટીક ટ્રેડીશનલ કલેકશન, જેમાં દરેક પીસ ઝીણવટભરી ડીઝાઇનની ટાઇમલેસ કહાણી છે. આ કલેકશનમાં છે, સુંદર ડીઝાઇન, વૈભવ અને શાલીનતા, જે તેની બ્રાન્ડનો અતૂટ હિસ્સો છે.

ટેમ્પલ જવેલરીઃ સદીઓની પ્રાચીન શૈલી અને કારીગરી તથા ચીવટપૂર્વક બનાવાયેલી અમારી અદ્વિતીય ડીઝાઇનો સભર પ્યોર ગોલ્ડ ઓથેન્ટીક ટેમ્પલ જવેલરી દ્વારા દિવ્યતાનો અનુભવ કરો. મંદિર સ્થાપત્ય અને કલાથી પ્રેરાયેલ આ ઉત્કૃષ્ટ જવેલરી સેટસ ટાઇમલેસ સૌદર્યનું પ્રતિક અને ભવ્યતા સાથે દિવ્યતાનો ઉત્સવ છે.

વિવિધ ખાસિયતો ધરાવતા સુંદર, આકર્ષક અને ભવ્ય સેટસ અને બેંગલ્સનું કલેકશન નિહાળી આપની પસંદગીને અનુરૂપ જવેલરીની ખરીદી દ્વારા જાજરમાન વ્યકિતત્વ પ્રાપ્ત કરવાની આ છે ફરી એક સુવર્ણ તક, જેનો મહત્તમ લાભ મેળવવા શિલ્પા લાઇફસ્ટાઇલના ન્યુલી એકસ્પાન્ડેડ શો-રૂમ પર અવશ્ય પધારો.

(3:41 pm IST)