Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પ્રેરણાદાયી ઉજવણી : પુત્રના જન્મદિને રીક્ષા ચાલકે તમામ આવક થેલેસેમીયાના દર્દીઓને અર્પણ કરી

રાજકોટ તા. ૯ : જન્મ દિવસ તો સૌ કોઇ ઉજવતા હોય છે. પરંતુ કઇક પ્રેરણા મળે તેવુ કાર્ય રાજકોટના એક રીક્ષા ચાલકે કરી બતાવ્યુ છે.

રીક્ષા ચલાવી જીવન ગુજારો કરતા મહેશભાઇ જીજીયાએ પૂત્ર કેવલના જન્મ દિવસને કઇક અલગ રીતે ઉજવવા નિરધાર કર્યો. આ દિવસે તેઓએ સંકલ્પ કર્યો કે આજની જે કંઇ કમાણી થશે તે હું થેલેસેમીયા ગ્રસ્ત દર્દીઓને અર્પણ કરી દશઇ.

એ મુજબ તેઓએ રીક્ષા પાછળ બેનર લગાવી એમા પણ લખ્યુ કે આજની આવક થેલેસેમીયા પીડીત ર્દીઓને અર્પણ'... બસ પછી આખો દિવસ રીક્ષા બજારોમાં ફરી અને લોકોએ પણ બમણા ઉત્સાહથી તેઓને ભાડુ ચુકવ્યુ. જે કઇ રકમ એકત્ર થઇ તે સંકલ્પ મુજબ થેલેસેમીયા ગ્રસ્ત દર્દીઓ માટે અર્પણ કરી દેવામાં આવી.આ રીતે બીજા માટે જીવી બતાવવાનો સંદેશ રીક્ષા ચાલક મહેશભાઇ જીજીયાએ ચરીતાર્થ કરી બતાવતા ઠેરઠેરથી તેમના આ કાર્યને બીરદાવવામાં આવી રહ્યુ છે.તસ્વીરમાં મહેશભાઇ એલ. જીજીયા, સંતોષભાઇ જી. મહાલિયા, સંજયભાઇ સોલંકી, દાનભાઇ સોલંકી, દિલીપભાઇ બથવાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)