Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઓશો સન્યાસીઓ માટે પીરસાયો સાહિત્ય રસ

ઓશોના નવા મેગેઝીનો યેશ ઓશો તથા ઓશો વર્લ્ડ ઉપલબ્ધ : પરિવર્તનનો પવન ફુંકી જીવન યાત્રાને સુવર્ણમય બનાવવા થઇ જાઓ તૈયારઃ સ્વામી સત્યપ્રકાશજી દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ : સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શન રૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધુ છે. ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડુબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોના પ્રવચનો સાંભળી - સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે પુનાથી પ્રકાશીત થતુ માસિક હિન્દુ મેગેઝીન યેશ ઓશો તથા દિલ્હીથી પ્રકાશીત થતુ માસિક હિન્દી મેગેઝીન ઓશો વર્લ્ડ તથા અમદાવાદથી પ્રકાશીત થતુ ભારતનુ ઓશોનુ પ્રથમ ગુજરાતી મેગેઝીન ઓશો ટચ નામના મેગેઝીનો ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોચાડવાની જ્ઞાનગંગારૂપ યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવી રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત થતુ માસિક હિન્દુ : યેશ ઓશો  - જન્મ ઔર જીવન, જન્મ લે લીયા, કયા જીવન ભી મીલા ? મકાન, દુકાન, વ્યવસાય ઔર સંબંધ, કયા યહી જીવન હૈ ! યે પ્રશ્ન ઉઠતે હૈ તો કુછ કરે કી જીવન જીના જી શકે. કુછ સુત્ર જીવન કો પાને કી અપની જીંદગી કો એક પ્રશ્ન બનાઇએ. હમને માન હી લીયા હૈ, દ્વાર બંધ હી નહી હૈ, યે રાસ્તે કયો બના રહે હૈ ? એક શ્રણભરકા અવસર હૈ, જીવન કો જીને કા તીન સુત્ર, જીવન કા રાજ, તાનસેન, હરિદાસ ઔર અકબર, રોજ મર્રા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર ધ્યાન, વિજ્ઞાન, મિટ્ટી કે દીયે, ઓશો મલ્ટીવર્સીટી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી, રિસોર્ટ, સોચે જરા, સ્વાસ્થ્ય, ચૌટ પહુચેગી પર કહના તો હોગા, અગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત ઝુઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ યે ભારી ભરખમ ચશ્મે.

દિલ્હીથી પ્રકાશીત થતુ માસિક હિન્દી ઓશોવર્લ્ડ : અપને હૃદયકી સુનો, પ્રેમ ઔર વાસના, વૃક્ષકા પ્રેમ, જ્ઞાન કી આધારશિલા બદલો, મૈ તો પ્રેમ કે પ્રેમ મૈ હુ, સત્ય તર્ક મુકત હૈ, શાંતિ અશાંતિ ઔર પાપ પુણ્ય, કામ કેન્દ્રીત પ્રેમ ઔર પ્રેમ કેન્દ્રીત કામ, ધર્મ કોઇ મૌસમી ફુલ નહી હૈ, બુરાઇ કી જડે બેહોશી મૈ હૈ, સુક્ષ્મ હિંસા ઇસે કૈસે પહચાને ? જડે સંભાલે, ફુલ સંભલ જાયેગે, વૃક્ષ કા પ્રેમ, સમતા મૈ હૈ આનંદ ઔર અમૃત, અપને હૃદયકી સુનો, અપની નીંદમે ધ્યાન કૈસે કરે, ધર્મ કા સાર હૈ જાગૃતતા, તુમ તુમ બન શકતે હો, વ્યકિત પૂજા સમર્પણ ઔર સ્વતંત્રતા, સમય બદલ રહા હૈ, સંદેશપત્ર, ધારાવાહિક, મેરા પ્રિય ભારત, રહસ્યદર્શી સદગુરૂ, વિજ્ઞાન ભૈરવ તંત્ર બૌધ કથા, સ્વાસ્થ્ય, જીવન શૈલી, સામાયિકી, મૃત્યોમા અમૃત ગમય, સમાચાર સમીક્ષા એક બાર ઐસા હુઆ, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ નાયપોલ ભારત ઔર ઓશો.

અમદાવાદથી પ્રકાશીત થતુ ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસિક મેગેઝીન ઓશો ટચ જે ઓકટોબર માસમાં પ્રકાશીત નહી થાય બલ્કે નવેમ્બર માસમાં ઓકટોબર - નવેમ્બર સંયુકત એક દિવાળી એક પ્રકાશીત થશે. જેની વાચકો તથા વાર્ષિક મેમ્બરોને જાણ કરવામાં આવે છે. ઓશો ટચનો ઓકટોબરનો અંક નવેમ્બરના અંક સાથે સંયુકત અંક બદલ મેમ્બરોને તકલીફ બદલ સ્વામી સત્યપ્રકાશ તથા સ્વામી રમઋષિ તકલીફ બદલ ક્ષમા માંગે છે.

અત્રે નોંધનીય છે કે ઓશો મેગેઝીનોના વાર્ષિક મેમ્બરો બનવા માટે કે ઘર પર બેઠા નકલ મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે ૪ વૈદવાડી રાજકોટ પર મળી શકાય છે. ફોન કરીને આવવુ તથા સાંજના ૬-૩૦ થી ૮-૩૦ દરમિયાન ધ્યાનના સમયે મોબાઇલ બંધ રહેશે. વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઇ કોટક મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩.

(3:34 pm IST)