Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બોગસ ડીગ્રીના કૌભાંડમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૯ : બોગસ ડીગ્રી કૌભાંડમાં પકડાયેલ આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.

બનાવની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના જીવંતીકા નગરમાં રહેતા ધવલ રસિકભાઇ ચાચાપરા તેમજ અમદાવાદના રહેવાસી પથીક વિજયભાઇ પંચાલ વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી. કલમ ૪ર૦,૪૬પ,૪૬૭, ૧૧૪ મુજબના ગંભીર ગુનાની ગાંધીગ્રામ પી.એસ.આઇ. જી.એન. વાઘેલાએ ફરીયાદ નોંધાવેલ. ફરીયાદ જોવામાં આવે તો એવી છે કે પથીક પંચાલ અમદાવાદ ખાતે ઇન્ડીયન બીઝનેશ મેનેજમેન્ટ નામની સ્કુલ ધરાવતો  હતો અને ધવલ ચાચાપરા પથીક પંચાલનો એજન્ટ બની અને સ્કુલ માટે વિદ્યાર્થીઓ શોધી કમીશન પેટે આર્થીક લાભ મેળવતો હતો અને જરૂરીયાત વાળા, વિદ્યાર્થીઓને બે થી ત્રણ મહીનામાં બોગસ ડીગ્રી સર્ટીફીકેટ આપી મોટુ કૌભાંડ કરેલ. આમ જે વિદ્યાર્થીઓ કહેવાતી સ્કુલમાં અભ્યાસ જ કરેલ ન હોય તેને તાત્કાલીક સર્ટીફીકેટ કાઢી આપવામાં આવતા અને કમીશનની મોટી ફી વસુલવામાં આવતી હતી.આ કૌભાંડમાં રાજકોટ તેમજ અમદાવાદના અનેક વિદ્યાર્થીઓ ભોગ બનેલ હતા. અને મોટી રકમનું કૌભાંડ કરી બોગસ ડીગ્રીઓ આપવામાં આવતા હાલની ફરીયાદ નોંધવામાં આવેલ, અને ફરીયાદના આધારે બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ.

આરોપી ધવલ ચાચાપરાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરેલ, જે અરજી અંગે આરોપીના વકીલએ કહેવાતી ફરીયાદમાં આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય પુરાવો ન હોવા અંગે સચોટ દલીલ કરેલ અને સર્વોચ્ચ અદાલત તેમજ વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી આરોપીને જામીન મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષોની દલીલના અંતે રાજકોટ સેશન્સ કોર્ટના જ શ્રી ટી.એમ. બ્રહ્મભટ્ટે આરોપી ધવલ રસીકભાઇ ચાચાપરાને જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ જામીન અરજીમાં આરોપીઓ તરફે વકીલ પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા તથા મોહિત લિંબાસીયા રોકાયેલ હતા.

(3:31 pm IST)