Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સગીરાની છેડતી કરી ધમકી આપવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૯ :.. અત્રે કોઠારીયા રોડ વિસ્તારમાં સગીર વયની બાળાની લાજ લેવાના ઇરાદે ધમકી આપી ફરીયાદીની બહેનની લાજ લેવાના ઇરાદે છેડતી કરવાના ગુનામાં પકડાયેલ. અહીંના પીપળીયા હોલ પાછળ સહકાર સોસાયટીમાં રહેતાં આરોપી જીજ્ઞેશ કિશોરભાઇ રાઠોડે જામીન પર છૂટવા કરેલ અરજીને સેશન્સ કોર્ટે રદ કરી હતી.

આ બનાવમાં આરોપીએ તારી મમ્મીને પણ ભગાડી ગયેલ છુ અને તને પણ ભગાડી જઇશ તેમ કહીને ભોગ બનનારની બહેન સાથે લાજ લેવાના ઇરાદે ગુનાહિત કર્યાનું બહાર આવેલ હતું આ ગુનામાં આરોપીની ધરપકડ થતાં જામીન પર છૂટવા અરજી કરી હતી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મે. એડીશનલ સેશન્સ જજ તથા સેશન્સ જજ પોકસો દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે, પોલીસ પેપર્સમાં સામેલ ભોગ બનનારનું જન્મ પ્રમાણ પત્ર વાંચતા બનાવ સમયે ભોગ બનનારની ઉમર ૧૭ વર્ષની હોવાનું જણાય છે. ફરીયાદીના વિશેષ નિવેદન નજરે જોનારનું સાહેદોનું નિવેદન વગેરે વંચાણે લેતા અરજદાર સામેના આક્ષેપોને સમર્થન મળે છે. અરજદાર આરોપી તરફે રજૂ ફરીયાદ તથા ભોગ બનનારના માતાનું સોગંદનામુ તેમજ ક્રોસ કંપલેઇન વેંચાણે લેતા બનાવના દિવસે અરજદાર આરોપી ફરીયાદ અને ભોગ બનનારના ઘરે ગયેલ હોવાનું હકિકતને સમર્થન મળે છે. બનાવ તા. ૬-૯-૧૮ નો બનેલ હોવા છતાં ક્રોસ કંપલેઇન તા. ૮-૯-૧૮ ના રોજ આપેલ હોવાનું જણાય છે. ફરીયાદ તથા ભોગ બનનારની માતાએ અરજદાર સાથે કરેલ સેવા કરારથી તેણીનું સોગંદનામુ વિરોધાભાસી હોવાનું હકકીત છે વળી હાલના અરજદાર આરોપીએ ક્રોસ કંપલેઇનમાં તેઓને ઇજા થયેલ છે તેઓને ઇજા થયેલ છે તેવુ જણાવેલ છે પરંતુ ઇજા થયા અંગેના કોઇ મેડીકલ પુરાવા રજૂ થયેલ નથી આમ હાલ તપાસ ચાલુ હોય અરજદાર વિરૂધ્ધ ગંભીર ગુન્હાના આરોપો હોય જામીન પર મુકત કરવામાં આવ્યેથી સમાજ ઉપર વિપરીત અસર પડે તેમ છે તથા પુરાવા સાથે ચેડા થવાની પુરી શકયતા છે જેથી અરજદાર આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવે છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયા એ રજૂઆત કરેલ.

(3:31 pm IST)