Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મવડીના મારૂતિનગરમાં હીરાઘસુ ભરત ભાલુના ઘરમાંથી ૭૩ હજારની ચોરી

ગરમી હોઇ પતિ-પત્‍નિ-પુત્ર અગાસીએ ગયા ને ચોર હાથ અજમાવી ગયા

રાજકોટ તા. ૯: મવડી રોડ પર પ્રજાપતિ સોસાયટીની સામે મારૂતિનગર-૧માં જય દશારામ નામના મકાનમાં રહેતાં પરેશ રવજીભાઇ ભાલુ (ઉ.૩૦) નામના હીરાઘસુ યુવાનના ઘરમાંથી રૂા. ૭૩૬૫૦ની ચોરી થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરેશ ભાલુના કહેવા મુજબ તા. ૭ના રાત્રે સાડા અગિયારેક વાગ્‍યે પોતે તથા પત્‍નિ ઘરમાં બેઠા હતાં. બાદમાં ગરમી થતી હોઇ બંને ઘરને તાળુ મારી પુત્રને લઇને અગાસીએ સુવા માટે ગયા હતાં. સવારે છ વાગ્‍યે તેના પત્‍નિ ઉઠીને નીચે રૂમમાં ગયા ત્‍યારે ઘરનું તાળુ તુટેલુ જોવા મળતાં પત્‍નિએ જાણ કરતાં પોતે પણ નીચે આવ્‍યો હતો. ઘરમાં તપાસ કરતાં ચોરી થયાની ખબર પડી હતી.

તસ્‍કરો લાકડાનો કબાટ તોડી અંદરથી ૯ ગ્રામ સોનાનો ચેઇન રૂા. ૩૦૧૫૦નો, એક પેન્‍ડટન્‍ટ રૂા. ૧૨ હજારનું તથા ત્રણ અલગ-અલગ વીંટી રૂા. ૩૦ હજારની તેમજ રૂા. ૧૫૦૦ રોકડા ચોરી ગયા હતાં.  કુલ રૂા. ૭૩૬૫૦ની મત્તા ચોરાયાનું ફરિયાદમાં જણાવાતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:42 pm IST)