Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

AB પોઝીટીવ ગ્રુપવાળા લોકો વધુ વિશ્વનીય અને પ્રમાણીક હોય

બ્‍લડ ગ્રુપની આત્‍મ ગૌરવ અને વ્‍યકિતત્‍વ પર અસરનો અભ્‍યાસ : A પોઝીટીવ બ્‍લડગ્રુપના લોકો કોઇપણ કાર્યમાં સંપુર્ણતાવાદને માનનારા હોય અને શરમાળ, શાંત, સંવેદનશીલ હોય

 રાજકોટઃ તા.૮, છોકરીઓની સરખામણીએ છોકરાઓમાં આત્‍મગૌરવનું પ્રમાણ વધુ જોવા મળે છે. સમાજમાં છોકરાને મળતું માન સન્‍માન અને પુરુષ પ્રધાન સમાજ વ્‍યવસ્‍થાના કારણે આ પરિણામ જોવા મળ્‍યું હોય તેવું બની શકે. છોકરાખોમાં આત્‍મગૌરવનું પ્રમાણ વધુ જોવા મળ્‍યું તેને અનેક ઘટકો અસર કરતા હોય શકે, જેવા કે સામાજિક વાતાવરણ, કૌટુંબિક વાતાવરણ વગેરે.

બહિર્મુખ વ્‍યક્‍તિત્‍વ બાબતમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધુ ચડિયાતી હોય છે. મોટાભાગે છોકરીઓ કુટુંબના બધા સભ્‍યો સાથે વધુ સંકળાયેલી હોય છે. છોકરીઓમાં બહિર્મુખ વ્‍યક્‍તિત્‍વનું પ્રમાણ વધુ હોય તેના માટે અનેક પરિબળો જવાબદાર હોય શકે. જેવા કે તેઓ વધારે વાચાળ, લાગણીશીલ, મળતાવડી અને નમ્ર સ્‍વભાવની હોય છે. તેવી જ રીતે છોકરાઓ વધારે અતડા, જડ સ્‍વભાવના અને લાગણીની બાબતમાં અસ્‍થિર હોવાના કારણે તેનામાં અંતર્મુખ વ્‍યકિતત્‍વ વધારે હોય

A પોઝીટીવ બ્‍લડગૃપવાળા લોકો ખૂબ જ ભરોસાપાત્ર, પ્રમાણિક અને કોઈ કાર્યમાં ભૂલના કારણે પોતાને દોષિત માનનારા હોય છે. આવા લોકો કોઈપણ કાર્યમાં સંપૂર્ણતાવાદને માનનારા હોય છે. આ બ્‍લડગૃપવાળા લોકો શાંત, શરમાળ અને સંવેદનશીલ પણ હોય છે. તેઓ વિધાયક અભિગમ ધરાવતા હોય છે.

A નેગેટીવ બ્‍લડગૃપવાળા લોકો ખૂબ જ ખુલ્લા મનનાં અને આઉટ ગોઈંગ હોય છે. તે કોઈની સાથે સંબંધો વિકસાવવામાં હોંશિયાર હોય છે. તેઓ પોતાના ગુસ્‍સાને નિયંત્રણ કરનારા હોય છે.  તેઓ પોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી હોય છે. તેઓ પોતાના જીવનથી ઘણા ખુશ હોય છે.

B પોઝીટીવ બ્‍લડગૃપવાળા લોકો ખૂબ જ મજબૂત ઈચ્‍છાશક્‍તિ ધરાવતા હોય છે. તેઓ હંમેશા ધ્‍યેય ઉભુખ હોય છે. આ લોકો જે કાર્ય હાથમાં લે તેને સમયસર પૂરું કરવામાં માનતા હોય છે. તેઓ અન્‍ય લોકો પર પોતાનું નિયંત્રણ ધરાવતા હોય છે.

B નેગેટીવ બ્‍લડવાળા લોકો કાર્યઉન્‍મુખ હોય છે, પરંતુ તેઓ જે કાર્ય ચાલુ કરે છે તેને પૂર્ણ કરી શકતા નથી. તેથી તેઓ સતત નિષ્‍ફળતાનો ભય અનુભવતા હોય છે. આવા લોકો જાહેરમાં આવતા શરમ અને સંકોચ અનુભવતા હોય છે. જયારે તેઓ કોઈ કાર્યમાં વિકાસ કરે છે તો તેના માટે કેન્‍દ્રમાં રહેવાનું પસંદ કરે છે. આવા લોકો વધારે હઠાગ્રહી હોય છે તેથી તેને ઘણું નુકસાન પણ ભોગવવું પડે છે અને તેના દ્વારા થયેલા ખોટા નિર્ણયોનાં પોતે સ્‍વીકાર પણ કરતા હોય છે.

AB પોઝીટીવ બ્‍લડગૃપવાળા લોકો વધુ વિશ્વસનીય અને પ્રમાણિક હોય છે. તેઓ વિભાજિત સાથે-સાથે શરમાળ પણ હોય છે. તેનામાં કયારેક લોભીપણાના ગણો પણ જોવા મળે છે. વ્‍યક્‍તિત્‍વ ધરાવતા હોય છે. આવા લોકો અન્‍યને મદદરૂપ થનારા આઉટગોઇંગ, આત્‍મવિશ્વાસુ અને સાથે સાથે શરમાળ પણ હોય છે. તેનામાં કયારેય લોભીપણાનો ગુણો પણ જોવા મળે છે.

AB નેગેટીવ બ્‍લડગૃપવાળા લોકો ઓછા ભરોસાપાત્ર અને પ્રમાણિકતાનું પ્રમાણ તેનામાં ઓછું જોવા મળે છે. આવા લોકો હંમેશા પોતાના વ્‍યક્‍તિત્‍વને લઈને મુંઝવણ અનુભવતા હોય છે. તેઓ સ્‍વભાવ પરિસ્‍થિતિ અનુસાર સતત પરિવર્તન થતો જોવા મળે છે.

O પોઝીટીવ બ્‍લડગૃપવાળા લોકો સર્જનાત્‍મક હોય છે. તેઓ સામાજિક અને ધ્‍યાનકેન્‍દ્રિત કરનારા હોય છે. તેઓ પોતાના કાર્યોને હંમેશા અનેક સમસ્‍યાઓ હોવા છતાં પૂર્ણ કરી શકે છે. આવા લોકો વ્‍યસની બનવાની શકયતા વધુ જોવા મળે છે.

O નેગેટીવ બ્‍લડગૃપવાળા લોકો જન્‍મથી જ નેતૃત્‍વ લક્ષણો ધરાવતા હોય છે. તેઓમાં ઉચ્‍ચ બુદ્વિનું પ્રમાણ, સાહસિક અને આધ્‍યાત્‍મિકતાના લક્ષણો ધરાવતા હોય છે. તેના મિત્રો તેના જ્ઞાન અને બુદ્ધિની પ્રશંસા કરતા હોવા છતાં તેઓ તેમના પ્રત્‍યે ઈર્ષ્‍યા અને ધિક્કાર અનુભવતા હોય છે.

અમારા સંશોધન અનુસાર ઉપરોકત વ્‍યક્‍તિત્‍વની બાબતો બ્‍લડગ્રુપ મુજબ જોવા મળેલ છે. હજુ વધુ સંશોધનને આધારે આ બાબતો પર ઊંડાણપૂર્વક અભ્‍યાસ કરવા જરૂરી છે.

 તાજેરમાં જ મનોવિજ્ઞાન ભવનમાં વિદ્યાર્થી મહેશ ચૌહાણ  ષ્ટત્ર્.ઝ થયા તેમના સંસોધનના તારણો ઉપરોકત મુજબ જોવા મળે છે.

મહેશ બી. ચૌહાણ

મનોવિજ્ઞાન ભવનના  વિદ્યાર્થી 

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી  રાજકોટ મો. ૭૫૬૭૩૩૮૨૬૨

(12:34 pm IST)