Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી ખાતાના ઓડીટરોનો સેમીનાર

રાજકોટ તા.૯: ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની શિક્ષણ તાલીમની યોજના અંતર્ગત રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા સર્કિટ હાઉસ, ખાતે સહકારી ખાતાના ઓડિટરશ્રીઓ માટેનો વન-ડે સેમીનાર જિલ્લા સંઘના ચેરમેનશ્રી પ્રવિણભાઇ એમ. રૈયાણીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. આ સેમીનારનું દિપ પ્રાગટય શ્રી એસ. વાવડીયા, સંયુકત રજીસ્‍ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટે કરેલ. આ સેમીનારમાં જસદણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, રાજય સંઘ, અમદાવાદના માનદમંત્રીશ્રી અરવિંદભાઇ તાગડીયા, જિલ્લા સંઘના માનદમંત્રીશ્રી ધીરૂભાઇ ધાબલીયા મુખ્‍ય મહેમાન તરીકે હાજર રહેલ. આ સેમીનારમાં સંયુકત રજીસ્‍ટ્રાર, બોર્ડ ઓફ નોમીનીઝ, રાજકોટ શ્રી પી.કે. મકવાણા, જિલ્લા રજી. (સ.મં.) રાજકોટ શ્રી ટી.સી. તીર્થરાણી, જિલ્લા રજી. (સ.મં.) સંગીતાબેન રૈયાણી, જિલ્લા રજી. (સ.મં.) ભાવનગર શ્રી ડી.વી. ગઢવી તથા જિલ્લા રજી. (સ.મં.) જામનગર શ્રી વી.એમ. મહેતા ઉપસ્‍થિત રહેલ.

આ સેમીનારમાં નિવૃત ડેપ્‍યુટી ડાયરેકટર, એન.આઇ.સી.એમ., ગાંધીનગર શ્રી ડી.એમ. બાવરવા, સી.ઇ.ઓ. અને જનરલ મેનેજરશ્રી, શ્રી રાજકોટ કોમ.કો-ઓપ. બેંક લી. શ્રી પુરૂષોતમ પીપરીયા, આસી. જનરલ મેનેજર, શ્રી રાજકોટ કોમ.કો-ઓપ. બેંક લી. શ્રી પ્રકાશભાઇ શંખાવાલાએ વિષય તજજ્ઞ તરીકે સેવા આપેલ હતી.

આ સેમીનારમાં હાજર રહેલ જિલ્લા રજીસ્‍ટ્રાર શ્રી (સ.મં.) દ્વારા સંયુકત રજીસ્‍ટ્રાર શ્રી એસ.એસ. વાવડીયા નિવૃત થવાના હોવાથી શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ.

આ સેમીનારનું સંચાલન સી.ઇ.આઇ.એ. જે. ઘેટીયાએ કરેલ. આભારવિધી ઓડીટર ગ્રેડ-ર, સ.મં., રાજકોટ શ્રી લોરીયાએ કરેલ. આ સેમીનારમાં કુલ ૮૫ ઓડિટરશ્રીઓએ સફળતા પુર્વક તાલીમ મેળવેલ હતી.

(3:36 pm IST)