Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રાજકોટમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો : 70 વર્ષનો તૂટ્યો રેકોર્ડ :હજુ વરસાદ ચાલુ : રિંગ રોડ પર ધસમસતા પાણી : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મોસમનો કુલ વરસાદ 57 ઇંચ નોંધાયો :મહાપાલિકાના સત્તાવાર રેકોર્ડ મુજબ ૨૦૧૦માં નોંધાયો હતો સૌથી વધુ ૫૫.૫૦ ઇંચ વરસાદ

રાજકોટ : રાજકોટમાં સાંજે પાંચ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અડધો કલાકમાં એક ઇંચ જેવો ભારે વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ પણ  હજુ વરસાદ ચાલુ છે આજે વધુ  બે ઇંચ જેવો વરસાદ  અનરાધાર વરસાદ ખાબકતા રાજકોટમાં વરસાદનો 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે

  સાંજે અનરાધાર વરસાદ વરસતા રસ્તાઓમાં નદીઓ વહી ગઈ હતી અને નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતાશહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો

 ફાયર બ્રિગેડ મુજબ મોસમનો કુલ વરસાદ 56 ઇંચ થયો છે મહાનગર પાલિકાના સત્તાવાર રેકોર્ડ મુજબ વર્ષ  2010માં સૌથી વધુ 55 ઇંચ વરસાદ નોંધાયો હતો આ લખાઈ છે ત્યારે હજુ ધીમીધારે વરસાદ ચાલુ છે

(7:52 pm IST)