Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રાજકોટ-પડધરી હાઈવે ઉપર કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ રાજકોટમાં કાળાડીબાંગ વાદળો સાથે મેઘરાજા તૂટી પડે તેવુ વાતાવરણ

રાજકોટ, તા. ૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી મેઘાવી માહોલ સાથે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ લખાય છે ત્યારે સાંજે ૪.૩૦ વાગ્યે રાજકોટ-જામનગર હાઈવે ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે. પડધરી, ધ્રોલ, જાયવા, હામાપુર સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડી રહ્યાનું જાણવા મળ્યુ છે. રાજકોટમાં પણ આ લખાય છે ત્યારે કાળાડીબાંગ વાદળા છવાઈ ગયા છે અને ગમે ત્યારે મેઘરાજા તૂટી પડે તેવો માહોલ છવાઈ ગયો છે. ગાજવીજ પણ થઈ રહી છે.

(4:45 pm IST)