Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જીલ્લા ગ્રાહક ફોરમના હુકમ સામેની વિમા કંપનીની અપીલ રદઃ સ્ટેટ કમિશનનો ચુકાદો

રાજકોટ,તા.૯: રાજકોટ જિલ્લા ગ્રાહક ફોરમ સામે વીમા કંપનીએ કરેલ અપીલ રદ કરી રાજ્ય કમિશને મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત જોતા જીનીંગ એન્ડ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલી ખૂબજ જાણીતી એવી  મેસર્સ ગોવિંદજી મનજી કંપની દ્વારા કોટન, શંકર કપાસ તલ જેવી વિવિધ ખેતપ્રદાશોના  સ્ટોકનો વિમો લેવામાં આવેલ હતો. આ સ્ટોક રાજકોટથી ૧૮ કિલોમીટર દૂર તરઘડી ખાતે આવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ હતો. તારીખ.૧/૬/૧૭ના રોજ સાંજના સમયે અચાનક જ હવામાન બદલાતા જોરદાર પવન સાથે વંટોળિયો ફુંકાયો હતો અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો પરિણામે ગોડાઉનના છાપરા ઉડી ગયેલા, ખસી ગયેલા અને વરસાદના પાણીથી સ્ટોકને રૂ. ૬,૮૮,૬૮૫/-નુ નુકસાન થયેલું. સ્ટોકના નુકસાન વળતર માટે લીધેલ સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરીલ્સ પોલીસી અંતર્ગત વીમાધારેક કલેમ દાખલ કરેલ હતી. કલેમ દાખલ કરેલ હતી.જે કલમ વીમા કંપનીએ રદ કરેલ.

વીમા કંપનીના આવા જડ વલણથી નારાજ થઇ વીમાધારક મેસર્સ ગોવિંદજી મનજી કપંની દ્વારા પોતાના અધિકૃત વ્યકિત હિતેશભાઇ દતાણી મારફત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ(મેઇન) રાજકોટ સમક્ષ ગ્રાહક સુરક્ષા ધારા તળે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પણ વીમા કંપની પોતાના નિર્ણય પર અફર રહી અને પોતાના જવાબ રજુ કરતા આ કામે રાજ્ય કમિશનના પ્રમુખ જસ્ટિસ એમ.ડી.શાહ અને સભ્ય ઉષાબેન જાનીની બેંચ દ્વારા જિલ્લા ફોરમનો હુકમ યથાવત રાખી વીમાકંપનીની અપીલ રદ કરવામાં આવેલ.આમ વીમાકંપની જિલ્લા ફોરમનો હુકમ યથાવત રાખી વીમાકંપનીની અપીલ રદ કરવામાં આવેલ. આમ વીમાકંપનીએ જિલ્લા ફોરમના હુકમ મુજબ વીમાની રકમ રૂ.૬,૮૮,૬૮૫/-વાષિક ૬ ટકા વ્યાજ સાથે  વિમા ધારકને ચુકવવસ પડશે.રાજ્ય કમિશન/ જિલ્લા ફોરમ સમક્ષ વીમાધારક વતી વિદ્વાન એડવોકેટ ગજેન્દ્ર એમ.જાની (૯૯૦૯૭ ૮૫૬૫૧)રોકાયેલ હતા.

(4:20 pm IST)