Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઘંટેશ્વર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં જુગારધામ પર દરોડો : ૮ જુગાર રમતા ઝડપાયા

ગાંધીગ્રામ પોલીસનો દરોડો : કવાર્ટર માલીક રજનીશ સોઢા, હિતેષ ડોડીયા, અશ્વીન સાંદેગરા, સંજય કોરીયા, લલીત ભંડેરી, હસમુખ ચાંદેગરા, જીજ્ઞેશ મોલીયા અને રફીક શાહમદારની ધરપકડ

રાજકોટ તા ૯  : જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટરમાં રજપૂત શખ્સના  કવાટરમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર અજયકુમાર ચોૈધરી તથા ડીસીપી મનોહરસિંહ  જાડેજાની  સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી. ઓડેદરા તથા પી.એસ.આઇ. જે. એમ ભટ્ટ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, સંતોષભાઇ મોરી, કિશોરભાઇ ધુવાલ, હિતેન્દ્રસિંહ ઝાલા, કનુભાઇ બસીયા, હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહીલ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ તથા દિનેશભાઇ સીહત પેટ્રોલીંગમાં હતા, ત્યારે સંતોષભાઇ તથા દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાં કવાર્ટર નંબર ૧૨૯૭ માં દરોડો પાડી જુગાર રમતા રજનીશ ધીરૂભાઇ સોઢા (ઉ.વ.૩૫), માટેલ સોસાયટી ના હિતેષ ધીરજભાઇ ડોડીયા (ઉ.વ.૩૫), દોઢસો ફૂટ રોડ શિવધામ શેરી નં.૩ ના અશ્વીન રવજીભાઇ ચાંદેગરા (ઉ.વ.૩૧), મવડી ચોકડી રાજદીપ સોસાયટી શેરી નં.૧૨ ના સંજય અજીતભાઇ કોરીયા (ઉ.વ.૩૦), મવડીગામ ક્રિસ્ટલ હાઇટસ એપાર્ટમેન્ટ ના લલીત રાજેશભાઇ ભંડેરી (ઉ.વ.૨૮), મવડી ગુરૂકુળવાળો રોડ, શ્રીહરી સોસાયટી શેરી નં.૯ ના હસમુખ ડાયાભાઇ ચાંદેગરા (ઉ.વ.૩૯), મવડી ચોકડી રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૨ ના જીજ્ઞેશ બાબુભાઇ મોલીયા (ઉ.વ.૨૯) અને રફીક રહેમાનભાઇ શાહમદાર (ઉ.વ.૪૭) (રહે. સદર બજાર જુમ્મા મસ્જીદના મકાનમાં) ને પકડી લઇ રૂા૨૧૬૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(4:20 pm IST)