Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

લેસ, કપડાં, ટીકી, સંતરા અને ડાયમંડથી સજજ નહેરૂનગરનો તાજીયો

 નહેરૂનગર (રૈયા રોડ) માં કપડા, લેસ, ટીકી, બુટા, સંતરા, ડાયમંડ સહિતની વસ્તુઓનો ઉપયોગ તાજીયામાં કરવામાં આવ્યો છે. આ તાજીયાને બનાવવા માટે પ૯ દિવસથી કામ ચાલી રહ્યું છે. આ તાજીયાના નિર્માણ પાછળ સૈયદ એજાજબાપુ બુખારી, સૈયદ અર્શ બાપુ, હનિફ બાપુ, ઇમ્તિયાઝ બાપુ, અશ્ફાક ચૌહાણ, દાનિશ સૈયદ, અહેમદ રઝા, કિફલૈન ગિરાચ, ઇર્શાદ કાદરી, ઇમરાન રિઝવી, ગોવર્ધનદાદા વગેરે એ જહેમત ઉઠાવી છે. જે બીજી તસ્વીરમાં અને પ્રથમ તાજીયો હનુમાન મઢી વિસ્તાર (રૈયા રોડ) નો તસ્વીરમાં નજરે પડે છે.

(4:15 pm IST)