Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સૂરતાલ મ્યુઝીકલ ગ્રુપના ગાયકોના સૂર રેલાશે

તા.૧૪ના શનિવારે પરિમલ ઘેલાણી અને તેમના સાથીઓનો કાર્યક્રમ : આ વખતે કરાઓકે ટ્રેકના બદલે લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ગીતો પીરસાશે : ગાયકો ડો.જનક ઠક્કર, ડો.હિરેન કોઠારી, પ્રદિપ પરાતે, મિતેષ મહેતા, ભરત કારીયા, દિપક કારીયા, વિજય રાણીંગા, રીપલ છાપીયા, નિશા ચૌહાણ, ભૂમિ પટેલ, હર્ષિ ભટ્ટ

રાજકોટ, તા. ૯ : સુરતાલ મ્યુઝીકલ ગ્રુપનો લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ધમાકેદાર કાર્યક્રમ યોજવા શ્રી પરિમલ ઘેલાણી અને તેના સુરીલા હમસફર સાથીઓ તૈયારી કરી રહ્યા છે. આ પ્રોગ્રામ શ્રી પ્રમુખસ્વામી હોલમાં આગામી તા.૧૪ શનિવાર રાત્રે ૯ વાગ્યે રાખેલ છે.

આ વખતનાં કાર્યક્રમમાં નવીનતા લાવવા, પહેલી વખત કરાઓકે ટ્રેકને બદલે દર્શિત કાચાના લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સુરતાલ સિંગર્સ, સ્ટેજ શો યોજાનાર છે. પ્રોફેશનલ સ્ટેજ આર્ટીસ્ટ હંમેશાં લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ગાવા ટેવાયેલા હોય તેમને તો ફૂલ રીહર્સલ કરવાની પણ જરૂર ના હોય, માત્ર એક વખત કીબોર્ડવાળા સાથે બેસીને તેમનો સ્કેલ ચેક કરી લે એટલે ચાલી જાય. જયારે આ નોન-પ્રોફેશનલ કરાઓકે સીન્ગરને પરિમલભાઈ દરરોજ કરાઓકે ટ્રેક ઉપર રીહર્સલ કરાવે અને છેલ્લે એક વખત શ્રી દર્શીત કાચા સાથે એકવાર રીહર્સલ કરીને, સીધા જ પ્રોગ્રામની રાત્રે સ્ટેજ ઉપર મ્યુસીકલ ગ્રુપ સાથે પરફોર્મન્સ આપશે, જે સુરતાલનાં મેમ્બર્સ માટે એક નવો જ અનુભવ રહેશે.

આ વખતનાં શો માં, ડો.જનક ઠક્કર, ડો.હિરેન કોઠારી, પ્રદીપ પરાતે (ઈ.ટે.-ડે.કમિશ્નર), મિતેશ મેહતા, ભરત કારિયા, દિપક કારીયા, વિજય રાણીંગા, રીપલ છાપીયા, નિશા ચૌહાણ, ભૂમિ પટેલ, હર્ષિ ભટ્ટ ભાગ લઇ રહ્યા છે.

શ્રી દર્શિત કાચાનું ૧૪ મ્યુશીઝીશિયનનું ગ્રુપ, સુરતાલનાં સિંગર્સને સાથ આપશે. હાલમાં દર્શીતભાઈ ઓસ્ટ્રેલીયા મ્યુઝિક શો કરવા ગયા છે, છતાં મેલબોર્નથી સીન્ગર્સને કયા ગીતનો કયો સ્કેલ રાખવો ત્થા અન્ય ટીપ્સ ફોનથી આપી રહ્યા છે.

પરિમલભાઈ ઘેલાણીએ વિનંતી સાથે યાદીમાં જણાવાયુ છે કે ઇન્વાઇટ કાર્ડ માટે શરમાવશો નહિ, જેમના નામ સુરતાલનાં શ્નઇન્વાઇટ લીસ્ટમાંલૃહશે તેમને કાર્ડ મળી જશે. આ શો માત્ર આમંત્રિતો માટે જ ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવે છે તેથી કોઈને પણ ઇન્વાઇટ કાર્ડ વગર એન્ટ્રી નહિ મળે. એન્ટ્રી કાર્ડ સાથે લાવવાનું ભુલાઈ ના જાય તેનું આમંત્રિતોએ ધ્યાન રાખવા શ્રી પરિમલભાઈ (મો.૯૮૨૪૦ ૪૦૬૪૪)એ અંતમાં જણાવ્યુ છે.

(4:14 pm IST)