Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સર્વેશ્વર ચોકમાં મહાઆરતીનો લાભ લેતા સંસ્થાના સભ્યો : રાત્રે અન્નકોટ દર્શન - હસાયરો

રાજકોટ : સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં ગઈકાલે મહાઆરતીમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તથા કાર્યકરોના સહપરિવાર દ્વારા આરતી કરવામાં આવેલ હતી. આરતીનો રાજકોટ રૂરલ એસ.પી. શ્રી બલરામ મીણા પણ પોતાના સહપરિવાર સાથે જોડાયેલ હતા. આ પ્રસંગે બ્રિજેશભાઈ નંદાણી પોલેન્ડથી પણ સહપરિવાર દર્શનનો લાભ લીધો હતો. ગણેશ મહોત્સવના તમામ દિવસોએ પ્રસાદી શ્રી અલ્લાઉદ્દીનભાઈ કારીયાણીયા તથા આશિષભાઈ હિન્ડોચા તરફથી આપવામાં આવે છે.ગણેશ મહોત્સવમાં આજે સાંજે ૭:૩૦ કલાકે અન્નકોટના દર્શન, રાત્રે ૯:૩૦ કલાકે ધીરૂભાઈ સરવૈયાનો હાસ્યનો દરબાર રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ શાપરીયાના નેજા હેઠળ અલ્લાઉદ્દીનભાઈ કારીયાણીયા, જતીનભાઈ માનસતા, અનિલભાઈ તન્ના, ગુલાબસિંહ જાડેજા, પ્રકાશભાઈ પુરોહિત (નાનભા), હરેન્દ્ર જાની, જયેશભાઈ જાની, સુધીરસિંહ જાડેજા, વિપુલભાઈ ગોહેલ, વિપુલભાઈ ઠક્કર, મુકેશભાઈ બારોટ, અશોકભાઈ સામાણી સહિતના ૭૫થી વધુ કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:13 pm IST)