Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

બકાલાની માફક હેલ્મેટનું વેચાણ ધમધમ્યુ : ૩૦૦ થી ૭૫૦માં વેચાણ

રાજકોટ : કાયદાની કડક અમલવારીના સમાચારથી રાજકોટ અને આસપાસના પંથકના ટુ વ્હીલર ચાલકો સફાળા જાગી ગયા હોય તેમ હેલ્મેટની માર્કેટ ખુલી છે. શહેરને જોડતા તમામ માર્ગો અને શહેરના રાજમાર્ગો ઉપર હેલ્મેટની રેકડીઓ અને પાથરણા ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, જામનગર રોડ વગેરે જગ્યાએ ફૂટપાથ પર હેલમેટનું વેચાણ થાય છે. એક પણ જગ્યાએ ખરીદદાર ન હોય તેવુ દૃશ્ય જોવા મળતુ નથી. ૩૦૦ થી ૭૫૦ રૂ.માં જુદી - જુદી સ્ટાઈલોની હેલ્મેટ વેચાઈ રહી છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:12 pm IST)