Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

'ત્રિકોણબાગ કા રાજા'ની સન્મુખ આજે રંગોળી સ્પર્ધા : કાલે બાલ ચિત્ર સ્પધા

રાજકોટ : ત્રિકોણ બાગ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ 'ત્રિકોણ બાગ કા રાજા' ની સન્મુખ ચાલી રહેલ વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આજે સાંજે સાર્વજનીક રંગોળી સ્પર્ધા અને રાત્રે ૮.૩૦ વાગ્યે પૂજારી કિશોરબાપુ દ્વારા મહાઓમકાર આરતી થશે. કાલે મંગળવારે સાંજે બાલ ચિત્ર સ્પર્ધા અને રાત્રે ૮.૩૦ વાગ્યે શ્રીનાથજીની ઝાંખી ભકિત સંધ્યા રજુ થશે. જેમાં વિભુતિ જોષી અને મનિષ જોષી ભાવિકોને ભકિત રસથી તરબોળ કરશે. દરમિયાન સરકારી હોસ્પિટલના સહયોગથી ગઇકાલે રવિવારે અહીં રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાત્રે મુંબઇના ગાયીકા ચૈતાલી છાયાએ મ્યુઝીકલ નાઇટમાં કર્ણપ્રિય ગીતો રજુ કરી સૌને મુગ્ધ કર્યા હતા. દરરોજ સમુહ આરતીમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ગણપતિ વંદના કરી રહ્યા છે. જેમાં ગઇકાલે રાજપૂત સમાજના અગ્રણી પી. ટી. જાડેજા, એ. પી. જાડેજા, પ્રદીપ વખારીયા, મલહાર પરમાર, સુનિલ ચેલાણી, વાસુદેવ ચેલાણી, જીતેશ પુનવાણી, સિંધી સમાજના પ્રમુખ લીલારામ પોપટાણી, ફુલફ્રેશના વિનોદ સોજીત્રા, વડાલીયા ફુડના રાજન વડાલીયા, નિશાબેન વડાલીયા, રવજીભાઇ પ્રજાપતિ, દિવ્યાન રાયઠઠ્ઠા, નિતીનભાઇ રાડીયા, હીમાબેન વખારીયા, મહેર વખારીયા, એડવોકેટ નલીનભાઇ પોપટ, રીંકલ ભંડેરી, અતુલભાઇ બેલાણી, પેલીકનવાળા કિશનભાઇ શાહ, આજકાલ સાંધ્ય દૈનિકના તંત્રીશ્રી કાનાભાઇ બાટવા, સી. જે. સોશ્યલ ગ્રુપના ચિરાગભાઇ ધામેચા, યોગેશભાઇ સોમમાણેક, ઇલાબેન સોમમાણેક, અંબિકા ગાર્ડન નર્સરીના કેતભાઇ પરમાર, જયંતભાઇ અગ્રવાલ, ઉત્કર્ષ સ્કુલના વિમલભાઇ છાયા, ક્રિષ્ટલ ગ્રુપના પરીનભાઇ બુચ, હર્ષિતાબેન બુચ, વિહીપના શાંતુભાઇ રૂપારેલ, હસુભાઇ ચંદારાણા, અશોકભાઇ પુજારા, ગોરધનભાઇ ચેવડાવાળા, પરાગભાઇ પોપટ, ગાયત્રી ડેરીવાળા તેજાભાઇ સાકરીયા, એભલભાઇ આહીર, ભાર્વવ આહીર, પ્રતિમાબેન આહીર, સૌરાષ્ટ્ર મિજાજ પત્રના સમીરભાઇ પટેલ, એન્કર દીપકભાઇ ગોહેલ, ભરતભાઇ દોશી, વરૂણભાઇ દોશી, સલોનીબેન દોશી, મિતાલીબેન દોશી, નગર પ્રા.શિ.સમિતિના ચેરમેન નરેન્દ્ર ઠાકુર, મહાનગરપાલીકા બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઇ રાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોતસવને સફળ બનાવવા જીમ્મી અડવાણીના નેતૃત્વમાં કુમારપાલ ભટ્ટી, વિશાલ કવા, ધવલ વાડોદરા, ઇન્દ્રીય વ્યાસ, વિજય કુબાવત, નરેન્દ્ર પરમાર, નાગજીભાઇ બાંભવા, વિમલ નૈયા, હાર્દીક વિઠલાણી, ધવલ કાચા, વંદના ટાંક, હિતેષ ધોળકીયા, યોગેન્દ્ર છનિયારા, અભિષેક કણસાગરા, પ્રકાશ કાપડી, સિધ્ધરાજ મહેતા, વૈભવ ચાંગાણી, કિશન સિધ્ધપરા, રાહુલ કકાસણીયા, પાર્થ કોટક, ભરત પરમાર, ભરત મકવાણા, જયુભાઇ યાદવ, સુર્યજીતસિંહ ચૌહાણ, મલહાર ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:11 pm IST)