Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

હેલ્મેટના હઠાગ્રહનો વિરોધ : સત્યાગ્રહીઓની ધરપકડ

રાજકોટ : આપણા બંધારણે નાગરિકોને આપેલ મૂળભૂત અધિકારોને ઠોકરે લેવાતા હોય તેમ હેલ્મેટનો કાયદો અમલી બનાવાતા લોકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જનઆક્રોશને વાચા આપવા રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ત્રણ દિવસના ધરણાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જો કે પોલીસ ખાતા દ્વારા એક જ દિવસના ધરણા કાર્યક્રમને મંજુરી અપાઇ હતી. પરંતુ લોકોની યાતનાને ધ્યાને લઇ એકતા મંચ દ્વારા બીજા દિવસે પણ ધરણા ચાલુ રખાતા પોલીસે સત્યાગ્રહ છાવણી પરથી અશોકભાઇ પટેલ, પ્રવિણભાઇ લાખાણી, મહેશભાઇ મહીપાલ, દાદુભાઇ લાંગા, જયેશભાઇ રૂપારેલીયા, ભાવેશભાઇ કારીયા, ઇશ્વરભાઇ મકવાણા, ગોરધનભાઇ રાજપરા સહીત આઠ સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. અહીં અન્યાય અને સરકારી અત્યાચાર સામે જીવન પર્યંત ધરપકડ વહોરવી પડે તો એ માટેની પણ તૈયારી અશોકભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૭૫૫૫૦) એ દર્શાવી હતી.

(4:10 pm IST)