Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષા દળોના જવાનોની પોરબંદર-દિલ્હી સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત-સન્માન

ગાંધી મ્યુઝીયમ ખાતે દેશભકિત ગીત કાર્યક્રમ યોજાયોઃ મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતી

રાજકોટ, તા., ૯:  મહાનગર પાલિકા દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્ત્।ે તેમના સિદ્ઘાંતો અને સંદેશાઓના પ્રસાર અર્થે વિવિધ સુરક્ષા દળોની પોરબંદર-દિલ્હી સુધીની સાઈકલ યાત્રાનું  વિશ્વ વિખ્યાત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સ્વાગત અને સન્માન તેમજ દેશભકિતના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે થયુ હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર શ્રી બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર તેમજ સુરક્ષા દળના કમાન્ડન્ટ આલોક ભૂષણ, આર. સી. બીસરીયા, .કે. તિવારી અને  અજય પ્રતાપસિંહ તેમજ ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા અને   ચેતન નંદાણી, .એમ.સી. એચ.આર.પટેલ તેમજ વિવિધ સુરક્ષા દળોના ૭૦૦ જેટલા જવાનો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.

પૂ.મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ સુરક્ષા દળો BSF,CRF,SSP, આસામ રાઈફલ, NSG તથા SPG¨¾ કુલ ૭૦૦ અધિકારીઓ-જવાનો દ્વારા સ્વચ્છતા, અહિંસા અને નશાબંધીના સંદેશાઓના પ્રસાર અર્થે પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ યાત્રાનુ આયોજન કરવા આવેલ જેનું તા.૦૭ના રોજ પોરબંદર ખાતે  મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી પ્રસ્થાન કરાવેલ. આ સાઈકલ યાત્રા તા.૦૮ના રોજ સાંજે રાજકોટ પહોંચી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાત્રાનુ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સ્વાગત સન્માન સાથે દેશભકિતના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું.

કાર્યક્રમના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે સ્વાગત પ્રવચનમાં કર્યુ હતું.

રાજકોટ મહાનગર પાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર  અશ્વિનભાઈ મોલીયાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે અને શાસક પક્ષના દંડક  અજયભાઈ પરમાર સાઈકલ યાત્રામાં સામેલ ૭૦૦ જેટલા જવાનોના અધિકારીઓને સ્મૃતિ ચિહ્રન અર્પણ કરી સુરક્ષા દળોનું સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા અને ચેતન નંદાણીએ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કર્યું હતું. તેમજ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  ઉદયભાઈ કાનગડ અને શાસક પક્ષના દંડક શ્રી અજયભાઈ પરમારે મંચ પર બિરાજમાન સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમ બાદ વિખ્યાત સિંગર બંકિમ પાઠકના સ્વર અને સંગીતકાર   પંકજ ભટ્ટના સંગીતના સૂરોના સથવારે દેશભકિતના ગીતોનો કાર્યક્રમ ઉપસ્થિત જવાનોએ માન્યો હતો.

(4:08 pm IST)