Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રેમ્યા મોહન અને ઉદિત અગ્રવાલને આવતાવેંત વધાવી લેતા ગુણુભાઈ!

રાજકોટ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ રાજકોટના નવનિયુકત કલેકટર રેમ્યા મોહન તેમજ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મુલાકાત લઈને તેમને સરગમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી વાકેફ કર્યા હતા. તેઓએ આ બંને ઉચ્ચ અધિકારીઓને સરગમ કલબની પ્રવૃતિઓની ઝાંખી કરાવતા પુસ્તિકા પણ આપી હતી. ગુણવંતભાઈએ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને સરગમ લેડીઝ કલબમાં ૩૫૦૦ થી વધુ સભ્યો હોવા અંગે તેમજ તેની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી.

(4:05 pm IST)