Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પૂ. મોરારીબાપુ વિરૂધ્ધ ઉચ્ચારણો સામે રાજકોટ વૈષ્ણવ સાધુ સમાજના આગેવાનો દ્વારા ''રૂક જાવ''નો ધ્રુજારો

રાજકોટઃ પ્રખર રામાયણી અને પુજનીય સંત પૂ. મોરારી બાપુના તાજેતરના પ્રવચનના કેટલાક અંશો બાબતે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા આક્ષેપો થયા છે. તે બાબતે રાજકોટ વૈષ્ણવ સાધુ સમાજના અગ્રણીઓની મિટીંગ મળી હતી. આ બેઠકમાં પૂ.મોરારીબાપુ વિરૂધ્ધના ઉચ્ચારણો કરનારાઓને મર્યાદામાં રહેવા આ અગ્રણીઓએ ગંભીર શબ્દોમાં તાકિદ કરી છે. અને ઠરાવ પસાર કરી સનાતન ધર્મનું માન-સન્માન જાળવવા, હિન્દુ ધર્મને ખંડીત કરવાના કાર્યથી દુર રહેવા અપીલ કરી છે.

પૂ.બાપુના સમર્થનમાં ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખશ્રી વિષ્ણુબાપુ દેશાણી તથા સાડીબાર  શાખા યુવક મંડળના અધ્યક્ષ શ્રી બાલકૃષ્ણભાઇ ગોંડલીયા તથા સમાજના આગેવાનો ડો. ભરતભાઇ દેશાણી, મુકેશભાઇ દેશાણી એડવોકેટ, પુરણદાસજી સરપદડીયા, દિનેશભાઇ સરપદડીયા, જગદીશભાઇ સરપદડીયા, મયુરભાઇ ગોંડલીયા, નરેશભાઇ દેશાણીએ આ મીટીંગનું સમગ્ર આયોજન કરેલ હતુ. સમાજના સર્વેશ્રી પિન્ટુભાઇ દેશાણી, જય ગોંડલીયા, જયસન સરપદડીયા, જલારામભાઇ ગોંડલીયા, નેવી ઓફીસર શ્રી રવુબાપુ ગોંડલીયા,મહંતશ્રી રમેશભાઇ ગોંડલીયા, જલ્પેશ દાણીધારીયા, રમેશભાઇ હરીયાણી, જયુભાઇ ગોંડલીયા વિ.એ પૂ. મોરારીબાપુને ઉતારી પાડતા અને હિન્દુ ધર્મનું વિભાજન કરતા   નિવેદનોેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે.

(4:04 pm IST)