Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર વિસ્તારમાં ગંદકીના ગંજઃ લોકો ત્રાહિમામ

આ સમસ્યા તાકિદે ઉકેલવા લતાવાસીઓ દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટ તા.૦૯: શહેરના વોર્ડનં.૦૯માં આવેલ સાધુવાસવાણી રોડ પર ગુરુજીનગર અને નંદવિહાર વિસ્તારમાં પ્લોટ પાસે ગંદકી સહિતની સમસ્યા ઉકેલવા ઓમશ્રી કાલેશ્વર મહાદેવ સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ અંગે લતાવાસીઓએ ઓમશ્રી કાલેશ્વર મહાદેવ સ્વચ્છતા અભિયાન સમિતિના નેજા હેઠળ મ્યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવાયુ છે કે પર્યાવરણ બચાવો - પ્રદુષણ હટાવો. મહાનગર પાલીકા ના પ્લોટ સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર તથા નંદ વિહારમાં આવેલો  છે.  જે પ્લોટની બંન્ને દિશાઓમાં સીમેન્ટની પાર્ટીશન દિવાલ ગયેલ હોય અને આ સ્થળે અત્યંત પ્રદુષણ, ગંદકી, કચરાના ઢગલા, તેમજ કચરાની ગાડીઓ ઠલવાઇ અને ગાડીઓ ત્યાં પડી રહે , ખુલ્લા પ્લોટમાં આજુબાજુના વિસ્તારના લોકો ચાલતા ચાલતા કચરાની અને એઠવાડની બેગો ફેકતા જાય છે. આ પ્લોટને તાત્કાલીક અસરથી પાકી દીવાલ/પાટીશન દિવાલ કરી પેક કરી આપવા તથા પ્લોટ ઉપર સીકયુરીટી મુકવા પણ માંગ કરી છે.

(3:56 pm IST)